HomeSportsASIAN GAMES 2026: એક નિશાન અને બે મોટી સિદ્ધિ! સાહિલ જાધવ-ચિકિથા તનિપર્થીએ...

ASIAN GAMES 2026: એક નિશાન અને બે મોટી સિદ્ધિ! સાહિલ જાધવ-ચિકિથા તનિપર્થીએ તીરંદાજીમાં રચ્યો ઐતિહાસિક રેકોર્ડ

Date:

Related stories

78 વર્ષના પિતાનો મૃતદેહ આટલા વર્ષ સુધી ફ્રીઝરમાં કેમ રાખ્યો? રિડેવલપમેન્ટે ખોલ્યો રાઝ

મુંબઈ જેવા વ્યસ્ત શહેરમાં જ્યાં લોકોને પોતાના જીવતા મા-બાપ...

ગધેડાના નામે નર્સિંગ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ! ખુલ્લી પડી આ રાજ્યના કાઉન્સિલ પોર્ટલની પોલ

મધ્ય પ્રદેશની સરકારી સિસ્ટમની લાલિયાવાડીનો એક એવો કિસ્સો સામે...

દુબઈથી ઈઝરાયલ જતી ફ્લાઈટમાં અચાનક હાઈજેકનો ભય! પાયલટે મોકલ્યો ઈમરજન્સી સિગ્નલ

દુબઈથી ઈઝરાયલ જતી એક પેસેન્જર ફ્લાઈટે અચાનક હાઈજેકના સંકેત...

સ્ટેજ નીચે IED? અમિત શાહની રેલી પહેલાં જ બોમ્બની ધમકી!

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પંજાબ પ્રવાસ પૂર્વે જલંધરમાં ભયાનક...

ઈરાનનો UN પર અનોખો કટાક્ષ! ડૉક્ટર સ્ટ્રેન્જ અને ઠાકુરની તસવીરનો શું છે અર્થ?

શું સંયુક્ત રાષ્ટ્ર (UN) માત્ર પુસ્તકોમાં જ શક્તિશાળી છે,...
spot_img

ભારતના તીરંદાજોએ એશિયન ગેમ્સ 2026માં ફરી એકવાર કમાલ કરી બતાવી છે. કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં સાહિલ જાધવ અને ચિકિથા તનિપર્થીની જોડીએ દક્ષિણ કોરિયા સામે શ્વાસ અટકાવી દે તેવી ફાઈનલમાં જીત મેળવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યું છે. આ જીત માત્ર એશિયન ગેમ્સનું સોનું નથી, પરંતુ ભારત માટે લૉસ એન્જલસ 2028 ઓલિમ્પિક્સનું ક્વોટા સ્થાન પણ લઈને આવી છે.

ઓકાઝાકી ખાતે રમાયેલી ગોલ્ડ મેડલ મેચમાં ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે શરૂઆતથી જ જોરદાર ટક્કર જોવા મળી હતી. નિર્ધારિત ચાર એન્ડ બાદ બંને ટીમોના સ્કોર 157-157થી બરાબર રહ્યા હતા. ત્યારબાદ પરિણામ માટે શૂટ-ઓફ યોજાયો, જેમાં સાહિલ અને ચિકિથાએ દબાણ વચ્ચે શાનદાર નિશાન સાધતાં 20 પોઇન્ટ મેળવ્યા, જ્યારે કોરિયાની જોડી 19 પોઇન્ટ સુધી પહોંચી હતી. આ સાથે ભારતે 158-157ના અંતિમ પરિણામ સાથે ગોલ્ડ જીત્યું હતું.

આ પહેલાં ભારતીય જોડીએ સેમિફાઈનલમાં થાઈલેન્ડને 156-155થી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. વર્લ્ડ આર્ચરીના જણાવ્યા પ્રમાણે ક્વૉલિફિકેશનમાં ચિકિથાએ 705 અને સાહિલે 709નો સ્કોર કરીને ભારતને 1414 પોઇન્ટ સાથે ટોચનું સ્થાન અપાવ્યું હતું.

ખાસ વાત એ છે કે કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઇવેન્ટ LA 2028 ઓલિમ્પિક્સમાં પ્રથમ વખત સામેલ થશે, અને એશિયન ગેમ્સની આ જીતથી ભારતે તેમાં પોતાનું ક્વોટા સ્થાન સુરક્ષિત કર્યું છે.

Subscribe

Latest stories