HomeSportsએશિયન ગેમ્સ 2026: જાપાનને હરાવી ભારતીય મહિલા હોકી ટીમ સેમિફાઇનલમાં, સતત ચોથી...

એશિયન ગેમ્સ 2026: જાપાનને હરાવી ભારતીય મહિલા હોકી ટીમ સેમિફાઇનલમાં, સતત ચોથી જીત

Date:

Related stories

સ્વિટ્ઝરલેન્ડ નહીં, ભારતમાં જ છે આ કાચની રેલગાડી!

શું તમે ક્યારેય એવી ટ્રેનમાં બેઠા છો જ્યાં છત...

અહીં બાળકો હિન્દી નહીં, સ્પેનિશમાં આપે છે પોતાનો પરિચય! જાણો આ અનોખા ગામની કહાની

કલ્પના કરો કે ઉત્તર પ્રદેશના એક સામાન્ય ગામમાં પ્રવેશતા...
spot_img

ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ગેમ્સ 2026માં ફરી એકવાર પોતાના દમદાર પ્રદર્શનનો પરચો આપ્યો છે. યજમાન જાપાન સામેની મહત્વની પૂલ-બીની મેચમાં ભારતે 3-1થી જીત મેળવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ખાસ વાત એ છે કે આ ટૂર્નામેન્ટમાં ભારતની આ સતત ચોથી જીત છે અને હવે સેમિફાઇનલ પહેલાં માત્ર સિંગાપોર સામેની એક પૂલ મેચ બાકી છે.

કાકામિગહારા સ્થિત કાવાસાકી જુકો સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. પાંચમી મિનિટે નવનીત કૌરના પ્રયાસ બાદ મળેલી તકનો લાભ ઉઠાવી લાલરેમ્સિયામી (Lalremsiami)એ ગોલ કર્યો અને ભારતને 1-0ની લીડ અપાવી. જાપાને વળતો હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય ડિફેન્સે યજમાન ટીમને સતત દબાણ બનાવવાની પૂરતી તક આપી નહોતી.

બીજા ક્વાર્ટરમાં ભારતે બોલ પર નિયંત્રણ જાળવી રાખ્યું. 30મી મિનિટે પેનલ્ટી કોર્નર પરથી નવનીતનો પ્રયાસ ગોલકીપર દ્વારા રોકવામાં આવ્યો, પરંતુ રિબાઉન્ડ પર ઈશિકાએ ઝડપી પ્રતિસાદ આપીને બોલને ગોલપોસ્ટમાં મોકલી દીધો. આ ગોલ સાથે ભારત હાફ ટાઈમ સુધી 2-0થી આગળ રહ્યું.

ત્રીજા ક્વાર્ટરમાં ભારતે જાપાન પર વધુ એક ઘા કર્યો હતો. 36મી મિનિટે નવનીત કૌરે શાનદાર કૌશલ્ય બતાવતા જાપાનની ગોલકીપર ઉપરથી બોલને સ્કૂપ કરીને ગોલ કર્યો અને ભારતની લીડ 3-0 કરી દીધી હતી. જાપાનને ચોથા ક્વાર્ટરની શરૂઆતમાં શિહો કોબાયાકાવાના ટોમાહોક શોટથી એક ગોલ મળ્યો અને સ્કોર 3-1 થયો, પરંતુ ત્યારબાદ ભારતે સંયમ જાળવી રાખ્યો હતો.

ભારતે અંત સુધી જાપાનના હુમલાઓનો સફળતાપૂર્વક સામનો કર્યો અને 3-1થી મેચ પોતાના નામે કરી. ભારતની આ જીતથી સેમિફાઇનલની ટિકિટ પક્કી થઈ ગઈ છે. ભારતે અગાઉ ઉઝબેકિસ્તાનને 19-0, ઇન્ડોનેશિયાને 17-1 અને થાઇલેન્ડને 20-1થી હરાવ્યા હતા. હવે પૂલ તબક્કાની અંતિમ મેચ 27 સપ્ટેમ્બરે સિંગાપોર સામે રમાશે.

Subscribe

Latest stories