HomeNationalVIDEO: મુંબઈમાં 10મા માળેથી કૂદેલી મહિલા ઝાડમાં અટવાઈ, ફાયર બ્રિગેડે આ રીતે...

VIDEO: મુંબઈમાં 10મા માળેથી કૂદેલી મહિલા ઝાડમાં અટવાઈ, ફાયર બ્રિગેડે આ રીતે બચાવ્યો જીવ

Date:

Related stories

Video : પનામામાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, 9 દેશોમાં સુનામીનું એલર્ટ

પનામા: મધ્ય અમેરિકાના દેશ પનામામાં શક્તિશાળી ભૂકંપના આંચકાથી ગભરાટનો...

તબીબી ક્ષેત્રે સુરતનું ગૌરવઃ ડૉ. નૈનેશ પટેલે એક જ સર્જરીમાં 370 સોફ્ટ-ટિશ્યુ ટ્યુમર્સ દૂર કરી ‘વર્લ્ડ રેકોર્ડ’ સ્થાપ્યો

સુરતનાં મોરાભાગળ-રાંદેર વિસ્તાર સ્થિત લાઈફલાઈન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનાં નામે...
spot_img

મુંબઈમાં બુધવારે સવારે બનેલી એક હચમચાવી દે તેવી ઘટનામાં 10મા માળેથી નીચે કૂદેલી 26 વર્ષની નવપરિણીત મહિલાનો જીવ જમીન પર નહીં, પરંતુ રસ્તા પાસેના ઝાડે બચાવ્યો હતો. જોકે, નીચે પડતાં એક જાડી ડાળ તેના પગમાં ઘૂસી જતાં મહિલા જમીનથી લગભગ 20થી 25 ફૂટની ઊંચાઈએ હવામાં લટકતી રહી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે જોખમી સ્થિતિ વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી મહિલાને સુરક્ષિત રીતે નીચે ઉતારી હતી.

આ ઘટના ભાંડુપ પશ્ચિમના તુલશેતપાડા વિસ્તારમાં આવેલી સનશાઈન કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં બુધવાર, 26 ઓગસ્ટની સવારે લગભગ 9:32 વાગ્યે બની હતી. પોલીસ મુજબ મહિલાની ઓળખ પ્રતીક્ષા હિવરાલે તરીકે થઈ છે અને તેમના લગ્નને હજુ માત્ર ચાર મહિના થયા હતા. તેઓ બિલ્ડિંગના ફ્લેટની બારીમાંથી કૂદ્યા બાદ નજીકના ઝાડ પર પડ્યા હતા.

ફાયર બ્રિગેડના જવાનો હૂકવાળી સીડી અને એરિયલ લેડરની મદદથી મહિલાની નજીક પહોંચ્યા હતા. અહેવાલ મુજબ અંદાજે 50થી 60 મીમી જાડી ડાળ તેમની જાંઘમાં ઘૂસી ગઈ હતી. જવાનો દ્વારા ઇલેક્ટ્રિક આરીની મદદથી ડાળ કાપવામાં આવી અને ત્યારબાદ મહિલાને સ્ટ્રેચર તથા દોરડાની મદદથી નીચે ઉતારવામાં આવી હતી.

રેસ્ક્યૂ બાદ પ્રતીક્ષાને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી અને બાદમાં સર્જરી માટે એલટીએમજી સાયન હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. હાલમાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. તેમની તબિયતને કારણે પોલીસ હજુ સુધી નિવેદન લઈ શકી નથી. મહિલાએ આ પગલું શા માટે ભર્યું, તેનું કારણ હાલ સ્પષ્ટ થયું નથી અને પોલીસ તપાસ ચાલુ છે.

Subscribe

Latest stories