HomeEducationબાળ વૈજ્ઞાનિક બનવાનું સપનું છે? ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખુલ્યા નવા દરવાજા

બાળ વૈજ્ઞાનિક બનવાનું સપનું છે? ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખુલ્યા નવા દરવાજા

Date:

Related stories

પંજાબમાં કર્મભૂમિ એક્સપ્રેસના ચાર ડબ્બામાં ભીષણ આગ, મુસાફરોમાં મચી અફરાતફરી

પંજાબમાં શુક્રવારે (6 નવેમ્બર) કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની...

ધનતેરસ 2026: પૂજા ક્યારે અને કેવી રીતે કરવી? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું ધાર્મિક મહત્ત્વ

દિવાળીના પર્વની શરૂઆત ધનતેરસથી થાય છે. હિન્દુ ધર્મમાં ધનતેરસનું...
spot_img

વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારધારા, સંશોધન કૌશલ્ય અને સમસ્યાઓના વૈજ્ઞાનિક ઉકેલ શોધવાની ક્ષમતા વિકસાવવા માટે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ (NCSC)-2026ના આયોજન અંતર્ગત વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

10થી 17 વર્ષની વયના વિદ્યાર્થીઓ આ વૈજ્ઞાનિક કાર્યક્રમમાં ભાગ લઈ શકશે. “Science and Innovation for Sustainability” થીમ પર આધારિત આ આયોજનમાં વિદ્યાર્થીઓને સ્થાનિક સમસ્યાઓ પર સંશોધન કરીને નવીન વૈજ્ઞાનિક પ્રોજેક્ટ રજૂ કરવાની તક મળશે. નોંધણી માટેની અંતિમ તારીખ 15 ઓગસ્ટ, 2026 રાખવામાં આવી છે અને ભાગ લેવા માટે કોઈ ફી લેવામાં આવશે નહીં.

NCSC-2026માં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા પ્રોજેક્ટ્સમાં કચરા વ્યવસ્થાપન, ઊર્જા સંરક્ષણ, જળ સંરક્ષણ, ખાદ્ય-કૃષિ-આરોગ્ય અને ભારતીય જ્ઞાન પરંપરા આધારિત ટકાઉ વિકાસ જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

રાજ્ય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા પ્રોજેક્ટ્સમાંથી પસંદ થયેલા 26 પ્રોજેક્ટ્સ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આ ઉપરાંત નવીન વિચારો અને પ્રોજેક્ટ્સને GUJCOST દ્વારા પેટન્ટ, ડિઝાઇન અને કોપીરાઇટ જેવી બૌદ્ધિક સંપદા સુરક્ષા મેળવવા માટે પણ માર્ગદર્શન અને સહાય આપવામાં આવશે.

આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં માત્ર વિજ્ઞાન પ્રત્યે રસ જ નહીં પરંતુ નવીનતા, સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને સમાજ ઉપયોગી સંશોધન તરફનો અભિગમ પણ વિકસશે.

Subscribe

Latest stories