HomeGujaratVideo: નવસારીમાં પૂરનો કહેર: કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી 30 લોકોનું રેસ્ક્યુ, NDRFએ 67 લોકોને...

Video: નવસારીમાં પૂરનો કહેર: કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી 30 લોકોનું રેસ્ક્યુ, NDRFએ 67 લોકોને બચાવ્યા

Date:

Related stories

VIDEO: જ્યાં લોકો નજર ફેરવી લેતા હતા, ત્યાં યુવક ઉતરી પડ્યો; જાણો ‘બિટ્ટુ તબાહી’ની કહાની

નદીમાં તરતું પ્લાસ્ટિક જોઈને મોટાભાગના લોકો નાક-મોઢું ઢાંકી આગળ...

સરકારની જનધન યોજના પર મોટો સવાલ! કેમ આટલા કરોડ ખાતામાં એક પણ રૂપિયો નહીં?

દેશના કરોડો લોકોને બેંકિંગ વ્યવસ્થા સાથે જોડવાના હેતુથી શરૂ...

સ્વચ્છ વાયુ સર્વે 2026: ગુજરાતના 4 શહેરોની ધમાકેદાર એન્ટ્રી, સુરતને દેશભરમાં કેટલમો રેન્ક મળ્યો?

હવાની ગુણવત્તા માટે વારંવાર ચર્ચામાં રહેતા મોટા શહેરોમાંથી ગુજરાતે...
spot_img

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાતા બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે. મેંધર ગામમાં પૂરના પાણી વચ્ચે ફસાયેલા આશરે 30 લોકોને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ દિલધડક એર રેસ્ક્યુ ઓપરેશનમાં અસરગ્રસ્ત નાગરિકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા.

ગણદેવી તાલુકાના સરીખુર્દ ગામમાં અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક લોકો ઘરોમાં ફસાઈ ગયા હતા અને કેટલાક લોકોને છત તથા ઊંચા સ્થળોએ આશરો લેવો પડ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને NDRFની ટીમોને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી હતી.

NDRF જવાનોએ ભારે પાણી વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સરીખુર્દ ગામમાંથી કુલ 67 નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જેમાં 25 મહિલાઓ, 20 પુરુષો અને 22 બાળકોનો સમાવેશ થાય છે. તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

નવસારી જિલ્લા વહીવટીતંત્ર, કોસ્ટ ગાર્ડ અને NDRFની સંકલિત કામગીરીથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

Subscribe

Latest stories

spot_img