HomeSurat Cityસુરતની બારડોલી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી

સુરતની બારડોલી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી

Date:

Related stories

‘સત્તા પરિવર્તન જ હેતુ’, ‘બાંગ્લાદેશે રસ્તો બતાવ્યો’ તેવા વીડિયો પર ભાજપનો નેહા બોરા પર પ્રહાર

વિદ્યાર્થી નેતા નેહા બોરાના ‘બાંગ્લાદેશે અમને રસ્તો બતાવ્યો’ એવા...

યુક્રેને રશિયાના એરફિલ્ડ પર કર્યો મિસાઇલ હુમલો, 6 Su-34M લડાકુ વિમાનો તબાહ કર્યાનો દાવો

યુક્રેનની નૌકાદળે રશિયાના વોરોનેઝ ક્ષેત્રમાં આવેલા બોરીસોગ્લેબ્સ્ક એરફિલ્ડ પર...

ધર્મ પરિવર્તન કર્યા બાદ અનામતનો લાભ નહીં મળે, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય

ધર્મ પરિવર્તન કર્યા બાદ અનામતનો લાભ મેળવવાના મામલે સુપ્રીમ...

રાજકોટમાં રૂ. 1.53 કરોડની લૂંટ અને હત્યાનો ભેદ ઉકેલાયો, ઉદયપુરથી 9 આરોપીઓ ઝડપાયા

રાજકોટના આજી GIDC વિસ્તારમાં થયેલી રૂ. 1.53 કરોડના સોના-ચાંદીની...
spot_img

સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેઈલ મળતા બુધવારે બપોરે ભારે ખળભળાટ મચી ગયો હતો. સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે અને બંને મહત્વપૂર્ણ કચેરીઓમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

ઘટનાની વિગતો મુજબ, બારડોલીની આ કચેરીઓને કોઈ અજ્ઞાત ઈમેલ પ્રાપ્ત થયો હતો, જેમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હોવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ધમકીભર્યા મેઈલ અંગેની જાણ થતા જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. સતર્કતાના ભાગરૂપે પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ તેમજ ત્યાં હાજર નાગરિકોને તાત્કાલિક અસરથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવી હતી.

પોલીસ દ્વારા ઘટનાસ્થળે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની મદદથી કચેરીના દરેક ખૂણાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ધમકીને પગલે આસપાસના વિસ્તારમાં પણ ભારે તણાવ અને દોડધામની સ્થિતિ સર્જાઈ હતી.

અધિકારીઓના જણાવ્યા મુજબ, અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં આ પ્રકારની ધમકી અફવા હોવાની શક્યતા પણ નકારી શકાય નહીં, પરંતુ કોઈ પણ પ્રકારનું જોખમ લેવાને બદલે સુરક્ષા એજન્સીઓ તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરી રહી છે. આ મામલે સાયબર સેલની મદદથી મેઈલ મોકલનાર વ્યક્તિનું લોકેશન અને ઓળખ શોધવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે, જેથી આ કૃત્ય પાછળ કોનો હાથ છે તેનો પર્દાફાશ કરી શકાય. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને પોલીસ દ્વારા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

Subscribe

Latest stories