HomeNationalAyodhya: રામ મંદિર દાન ચોરી કેસની તાત્કાલિક સુનાવણીનો હાઇકોર્ટનો ઇનકાર

Ayodhya: રામ મંદિર દાન ચોરી કેસની તાત્કાલિક સુનાવણીનો હાઇકોર્ટનો ઇનકાર

Date:

Related stories

એશિયન ગેમ્સમાં ભારતનો દબદબો, કબડ્ડીમાં પુરુષ ટીમે જીત્યું ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સમાં ભારતીય કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કરતાં દેશના...

2027 વર્લ્ડ કપ જ બનશે વિરાટનો અંતિમ મહાસંગ્રામ? સામે આવી મોટી વાત

ભારતીય ક્રિકેટના ચાહકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા...

બાપ્પાની વિદાય વચ્ચે તેલંગાણામાં માતમ! ગણેશ વિસર્જન દરમિયાન આટલા લોકોના મોત અને આટલા લોકો ઈજાગ્રસ્ત

તેલંગાણામાં ગણેશોત્સવની ભક્તિ અને વિસર્જનના ઉત્સવ વચ્ચે અનેક પરિવારો...
spot_img

અયોધ્યામાં શ્રી રામ મંદિર દાન ચોરી કેસનો મામલો હાઇકોર્ટ પહોંચ્યો છે. જેમાં અલ્હાબાદ હાઈકોર્ટે આ કેસની તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે જણાવ્યું કે આ કેસમાં કોઇ ઉતાવળ કરવાની જરૂર નથી. આ અંગે અલ્હાબાદ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં સમગ્ર કેસની તપાસ સીબીઆઇ અને સ્વતંત્ર એજન્સી દ્વારા કરાવવાની માંગ કરવામાં આવી છે.

કેગ દ્વારા ઓડિટ કરાવવાની માંગ કરવામાં આવી
આ અરજીમાં કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ દ્વારા દાનનું ઓડિટ કરાવવાની માંગ કરવામાં આવી છે. અરજદાર એડવોકેટ મોહિત અશોકે જણાવ્યું હતું કે તેઓ આ મહત્વપૂર્ણ મામલાની વહેલી સુનાવણી માટે કોર્ટને વિનંતી કરશે.

અયોધ્યાના શ્રી રામમંદિર દાન ચોરી કેસમાં એસઆઇટીએ મહદઅંશે તપાસ પૂર્ણ કરી છે. તેમજ એસઆઇટીની ટીમ અયોધ્યાથી લખનઉ પહોંચી છે. આ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર એસઆઇટીએ 140 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં તમામ વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એસઆઇટીએ 113 લોકોની પૂછપરછ કરી
આ અંગે મળતી માહિતી મુજબ રામમંદિર દાન ચોરી કેસમાં એસઆઇટીએ 113 લોકોની પૂછપરછ કરી છે. જેમાં બેંક કર્મચારી અને ટ્રસ્ટ જોડે સંકળાયેલા 30 લોકો શંકાના ઘેરામાં છે. તેમજ 2000 કલાકના સીસીટીવીની તપાસ કરવામાં આવી અને ફૂટેજ કબજે લેવામાં આવ્યા છે. આ ઉપરાંત 140 પાનાનો તપાસ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.

Subscribe

Latest stories