Monday, Jun 22, 2026

લીંબાયત પોલીસની સતર્કતાથી ગંભીર ગુનો ટળ્યો, ભાઈને મારવા નીકળેલો શખ્સ ઝડપાયો

2 Min Read

સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવા અને ગુનેગારો તથા અસામાજિક તત્વો ઉપર લગામ લગાવવા પોલીસ સક્રિય રહીને કાર્યવાહી કરી રહી છે.દરમ્યાન પોલીસની સતર્કતાને લીધે એક ગંભીર ઘટના બનતા રહી ગઈ હતી. પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે તીક્ષણ ચપ્પુ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. આ બનાવમાં ચોંકાવનારી વાત સામે આવી હતી કે ચપ્પુ સાથે પકડાયેલો ઈસમ પોતાના ભાઈને જ મારવા માટે ચપ્પુ લઈને નીકળ્યો હતો

ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લિંબાયત પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ચૌહાણના માર્ગદર્શન અને સેકન્ડ પોલીસ ઈન્સ્પેક્ટર ડી.બી. ચાવોડની દેખરેખ હેઠળ લિંબાયત પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા સંજયનગર સર્કલ પાસે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે સમયે એક શંકાસ્પદ ઈસમને પકડી તેની તપાસ કરવામાં આવ્યું હતું.

તપાસ દરમ્યાન તેની પાસેથી તીક્ષ્ણ ચપ્પુ મળી આવ્યો હતો.પોલીસે આરોપી ચેતન સંજય પાટીલની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ચપ્પુ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલી પુછપરછમાં ચોંકાવનારી માહિતી મળી હતી. આરોપી સંજય પાટીલ અને તેના ભાઈ વચ્ચે માર્કેટમાં કામ બાબત ઝગડો ચાલો રહ્યો હતો આ ઝગડાની અદાવત રાખી તે પોતાના ભાઈને જ મારવા માટે ચપ્પુ લઈને નીકળ્યો હતો જોકે પોલીસની સતર્કતાથી આરોપી કોઈ ગંભીર અપરાધને અંજામ આપે તે પહેલાતેને ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article