HomeInternationalકેનેડામાં આણંદની 22 વર્ષીય વિદ્યાર્થિનીની ચપ્પુના ઘા મારી હત્યાથી પરિવાર સ્તબ્ધ

કેનેડામાં આણંદની 22 વર્ષીય વિદ્યાર્થિનીની ચપ્પુના ઘા મારી હત્યાથી પરિવાર સ્તબ્ધ

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

કેનેડાથી ગુજરાતી યુવતીની હત્યાની ઘટના સામે આવી છે. આણંદ જિલ્લાના બોરસદની 22 વર્ષીય વિધી કલ્પેશભાઈ મેઘાની કેનેડામાં ચપ્પુના ઘા મારીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે. યુવતીના મોતના સમાચાર મળતા જ બોરસદમાં રહેતા તેના પરિવાર અને સગાસંબંધીઓમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી અનુસાર, મૃતક વિધી મેઘા છેલ્લા ચાર વર્ષથી કેનેડાના નાયગ્રા રીજન વિસ્તારમાં રહેતી હતી. તે ત્યાં અભ્યાસ કરવાની સાથે-સાથે પોતાનું ગુજરાન ચલાવવા માટે નોકરી પણ કરતી હતી. અન્ય ભારતીય વિદ્યાર્થીઓની જેમ તે પણ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે કેનેડા ગઈ હતી. આ હત્યાની ઘટના ગત 15મી મેના રોજ અમેરિકની સરહદ નજીક આવેલા વિસ્તારમાં બની હતી. વિધી પર કોઈ અજ્ઞાત કારણોસર ચપ્પુ વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હુમલાખોર કોણ હતો અને હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે જાણવા માટે કેનેડાની પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે. હાલ આ કેસમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

વિધીના મોતના સમાચાર બોરસદમાં પહોંચતા જ પરિવાર પર આભ તૂટી પડયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સગાસંબંધીઓ અને ઓળખીતાઓ પરિવારને સાંત્વના આપવા પહોંચી રહ્યા છે. વિદેશમાં ગુજરાતીઓની સુરક્ષા મુદ્દે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે.

Subscribe

Latest stories

spot_img