Sunday, May 17, 2026

ભાંગીને ઉકરડા જેવી થઈ ગયેલીસુરત ‌સિ‌વિલ હૉ‌સ્પિ.નો કારભાર સુધારવા આરોગ્યમંત્રીની પહેલ સેંકડો ગરીબ દર્દીઓને ટાઢક આપશે

6 Min Read
  • કરોડોનું આંધણ છતાં વ‌હીવટી પકડના અભાવે હૉ‌‌‌સ્પિ.ની હાલત ધણીધોરી વગરની હતી; દરદીઓને સારવાર તો ઠીક, મોત પછી લાશનું પોસ્ટમોર્ટમ પણ સુખેથી થતું નહોતું
  • હૉ‌સ્પિ.ને પોતાની જાગીર સમજીને વર્ષોથી પડ્યા પાથર્યા રહેતા તત્ત્વો અને કહેવાતા અ‌ધિકારીઓ સ્વાર્થને કારણે અથવા અન્ય કારણોસર મૂક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યા હતા
  • સુ‌પ્રિન્ટેન્ડન્ટ ડૉ.ધા‌રિત્રી પરમારને બદલીને ડૉ.પારૂલ વડગામાને સુ‌પ્રિન્ટેન્ડન્ટનો હવાલો સોંપાયો છે, પરંતુ હૉ‌સ્પિ.ના કારભારને સીધા રસ્તે લાવવામાં ડૉ.પારૂલની પણ અ‌ગ્નિપરીક્ષા થશે અને જો સફળ રહેશે તો ચોક્કસ યશનાં હકદાર બનશે.

સુરત ‌સિ‌વિલ હૉ‌સ્પિ.નાં વહીવટમાં ચાલતી લા‌‌િલયાવાડી દરદીઓની દર્દભરી પરેશાની અને હૉ‌સ્પિટલ મટીને ઉકરડા જેવી હાલતમાં ફેરવાઈ ગયેલી સુરત ‌સિ‌વિલ હૉ‌સ્પિટલના વ‌હીવટીતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશે‌રિયાએ આક્રમક પગલાં ભરવાની શરૂઆત કરી છે અને આજે શ‌નિવારની બપોરે સૌપ્રથમ હૉ‌સ્પિટલના સુ‌પ્રિન્ટેન્ડન્ટ ડૉ.ધા‌‌િરત્રી પરમારની વડોદરા ખાતે બદલી કરીને આકરાં પગલાંના સંકેત આપ્યા હતા.થોડા ‌દિવસ પહેલાં આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશે‌રિયાએ સુરત ‌સિ‌વિલ હૉ‌સ્પિટલની સરપ્રાઇઝ મુલાકાત લઈને હૉ‌સ્પિટલના કથળી ગયેલા કારભારની હાલત નજરોનજર ‌નિહાળી હતી અને ગરીબ, મજબૂર દરદીઓની વ્યથા પોતાના કાનથી સાંભળી હતી અને આંખોથી જોઈ હતી. સમગ્ર દ‌‌િક્ષણ ગુજરાતની સૌથી મોટી સરકારી ‌સિ‌વિ‌લ હૉ‌સ્પિ.ની દયનીય હાલત જોઈને આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશે‌રિયાએ મનોમન ગરીબોની તબીબી સારવાર માટે આશાનું ‌કિરણ અને સરકારી સારવાર ઉપરનો ‌વિશ્વાસ ચ‌રિતાર્થ કરવા ‌નિર્ણાયક પગલાં ભરવાની શરૂઆત કરી હતી અને સૌથી પહેલાં સુ‌પ્રિન્ટેન્ડન્ટની બદલી કરીને હૉ‌સ્પિટલનો વ‌હીવટ લોકા‌ભિમુખ બનાવવાની ‌‌દિશામાં પ્રયાસ કર્યો હતો.

સમગ્ર દ‌‌િક્ષણ ગુજરાતના આ‌દિવાસી, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશાનું ‌કિરણ અને ‌વિશ્વાસ માનવામાં આવતી સુરત ‌સિ‌વિલ હૉ‌સ્પિ.નો કારભાર કથળીને ત‌ળિયે ગયો હતો. વ‌હીવટી પકડ અને ધાકના અભાવે તંત્ર સાવ બેજવાબદાર બનવા તરફ ધકેલાઈ રહ્યું હતું. દરદીઓને સારવાર મળવાનું તો ઠીક, યોગ્ય માર્ગ બતાવનારું કોઈ નહોતું. હૉ‌સ્પિટલમાં પડ્યા પાથર્યા રહેતા તત્ત્વોને કારણે લોકો પણ અસલામ‌તી અનુભવતા, પરંતુ સતત કથળતી જતી વ્યવસ્થાને સુધારવા કોઈ પહેલ કરતું નહોતું. હૉ‌સ્પિ.નો ‌વિશાળ સ્ટાફ, ભારેખમ પગાર છતા જાણે સુરત ‌સિ‌વિલ હૉ‌સ્પિટલને કોઈકની નજર લાગી ગઈ હતી.

જીવતેજીવ તો ઠીક, પરંતુ મર્યા પછી પણ લાશનું પોસ્ટમોર્ટમ કરવા માટે પણ સારી વ્યવસ્થા નહોતી. અહીંયા મૃતકોને કફન ઓઢાડવા દાતાઓની લાઇનો હતી, પરંતુ મૃતકોને ‌નિરાંતે કફન પણ નસીબ થતું નહોતું અને ત્યાર બાદ દૂરના અંત‌રિયાળ ‌વિસ્તારમાં લાશ લઈ જવા માટે ખાનગી શબવા‌હિનીના સંચાલકો વચ્ચે કમાણી કરી લેવા હોડ જામતી હતી. કરોડો રૂ‌પિયાનું બજેટ અને ગરીબોના નામે ચાલતી સુરત ‌સિ‌વિ‌લ હૉ‌સ્પિ. પાસે કટોકટીના સમયે મૃતકની લાશ પહોંચાડવા માટે કહેવા પૂરતી એક શબવા‌હિની પણ નથી! અને એટલે જ લોકોએ મજબૂરીવશ ખાનગી લોકોના શરણે જવું પડે છે.અલબત્ત, એકમાત્ર સુ‌પ્રિન્ટેન્ડન્ટની બદલી કરવાથી હૉ‌સ્પિટલનો વ‌‌‌‌હીવટ રાતોરાત સુધરી જશે એવું નથી, પરંતુ આરોગ્યમંત્રીએ કોઈક એક છેડેથી પગલાં ભરીને હ‌ૉસ્પિટલના તંત્ર ઉપર લગામ કસવાની ચોક્કસ શરૂઆત કરી છે અને સતત સુપર‌વિઝન રાખવામાં આવશે તો ચોક્કસ સુરત ‌સિ‌વિલ હૉ‌સ્પિ.ના કારભારમાં અપે‌‌િક્ષત ફેરફારો લાવી શકાશે. કારણ કે, હૉ‌સ્પિટલમાં માળખાગત સુ‌વિધાથી માંડીને બધું જ છે, પરંતુ સવાલ ‌નિયતનો છે.

અ‌હીંયા પૂરતો ન‌ર્સિંગ સ્ટાફ છે, ડૉક્ટર્સ છે, સર્વન્ટ સ્ટાફનો કાફલો છે, બધુ જ છે. ‌વિશાળ મેદાન છે, પા‌ર્કિંગ છે અને આધુ‌નિક સાધનો છે. ઉપરાંત સરકારની હજુ પણ કરોડો રૂ‌પિયાનો ખર્ચ કરવાની તૈયારી છે છતાં સરકારી હ‌ૉસ્પિટલની હાલત બદતર શા માટે? આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશે‌રિયા આવા જ મુદ્દે અકળાઈ ગયા ગયા હતા અને કડક આદેશ સાથે સુ‌પ્રિન્ટેન્ડન્ટની બદલી કરવાથી શરૂઆત કરી છે.

સિ‌વિલ હ‌ૉસ્પિટલના ‌સિ‌નિયર એચઓડી ડૉ.પારૂલ વડગામાને સુ‌પ્રિન્ટેન્ડન્ટની જવાબદારી સુપ્રત કરી છે. અલબત્ત ડૉ.પારૂલ વડગામા વ‌હીવટી સૂઝ ધરાવે છે. આકરા થઈને કામ લેવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ ડૉ.પારૂલ માટે પણ સુ‌પ્રિન્ટેન્ડન્ટનો કાંટાળો ‘તાજ’ અ‌ગ્નિપરીક્ષા બરાબર પુરવાર થશે. વર્ષોથી પડાવ નાંખીને પડેલા અ‌ધિકારીઓના અંગત સ્વાર્થની માયાજાળ અને હૉ‌સ્પિટલને અજગર ભરડો લઈ ચૂકેલા સ્વાર્થી તત્ત્વો સામે બાંયો ચઢાવીને કામ લેવાનું આસાન નથી. પરંતુ ડૉ.પારૂલ વડગામાને મક્કમ બનવા સાથે કાયદાનો કોરડો ‌વીંઝતા આવડશે તો લાંબા ગાળે સુરત ‌સિ‌વિલ હૉ‌સ્પિટલની પડી ભાંગેલી વ્યવસ્થા ફરી ધમધમતી થવા સાથે ગરીબ, જરૂ‌રિયાતમંદ, ‌નિરાધાર દરદીઓને તબીબી સંવેદના સાથે સારવાર મળતી થઈ જશે અને લોકોનો ‌સિ‌વિલ હૉ‌સ્પિટલના તંત્રમાંથી ઊઠી ગયેલો ‌વિશ્વાસ ફરી પુ‌નઃ સ્થા‌પિત કરી શકાશે.અલબત્ત, આવનારો સમય જ બતાવશે કે ડૉ.પારૂલ વડગામા કેટલી હદે સક્ષમ પુરવાર થઈ રહ્યાં છે અને ‌સિ‌વિલ હૉ‌સ્પિટલના વ‌હીવટી તંત્રની ખરેખર ફરી કાયાપલટ થશે તો સૌથી પહેલા યશના હકદાર આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશે‌રિયા હશે.

કેન્દ્રીય મંત્રી અને સુરતના સાંસદ સી.આર. પા‌‌િટલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્યો સંગીતા પા‌‌િટલ, સંદીપ દેસાઈ સ‌હિત મોટાભાગના લોકો ‌સિ‌વિલ હ‌ૉસ્પિટલના તંત્રથી નારાજ છે. ખરેખર તો પગલાં ભરવાની શરૂઆત ઘણા સમય પહેલાં લેવાની જરૂર હતી, પરંતુ હૉ‌સ્પિટલને પોતાની જાગીર સમજતા કેટલાક સ્વાર્થી લોકો ચૂંટાયેલા લોક‌પ્ર‌તિ‌નિ‌ધિઓ અને સરકારની આંખે પાટા બાંધવામાં સફળ રહ્યા હતા. કારણ, ચૂંટાયેલા પ્ર‌તિ‌નિ‌ધિઓ હૉ‌સ્પિટલની રૂબરૂ મુલાકાત કરે તો જ સાવ ઉકરડો બની ગયેલી હૉ‌સ્પિટલની અવદશાનો ખ્યાલ આવી શકે.

પરંતુ રાજસ્થાની યુવા સમાજના યુવા અગ્રણી ‌વિક્રમ‌સિંહ શેખાવતના આક‌સ્મિક દુઃખદ અવસાનની ઘટના સમયે પદા‌ધિકારીઓ, મંત્રીઓ, રાજકીય અને સામા‌જિક આગેવાનોએ હૉ‌સ્પિટલની હાલત નજરોનજર ‌નિહાળી ત્યારે છુપાવી રાખવામાં આવેલી વાસ્ત‌વિકતા નરી ‘દુર્ગંધ’ બનીને બહાર આવી હતી અને વાત છેક આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશે‌રિયાના કાન સુધી પહોંચતા તેઓ પણ એક્શનમાં આવ્યા હતા. પ્રફુલ્લ પાનશે‌રિયાના ‌નિર્ણયને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ડે.મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમર્થન આપ્યું હતું.

Share This Article