Saturday, May 9, 2026

iPhone 16 પર બમ્પર ડિસ્કાઉન્ટ! હવે ₹18 હજાર સુધી સસ્તામાં ખરીદવાનો મોકો

2 Min Read

એપલનો ફ્લેગશિપ સ્માર્ટફોન iPhone 16 હવે વધુ સસ્તી કિંમતે ઉપલબ્ધ થયો છે. લોન્ચ સમયે ₹79,900ની કિંમતમાં આવેલો આ આઇફોન હવે લગભગ ₹18 હજાર સુધી સસ્તામાં ખરીદી શકાય છે. ખાસ વાત એ છે કે આ ઓફર એમેઝોન અથવા ફ્લિપકાર્ટ પર નહીં પરંતુ એપલના ઓફિશિયલ પાર્ટનર સ્ટોર iNvent પર મળી રહી છે. iPhone 16માં પાવરફુલ A18 બાયોનિક ચિપસેટ, AI ફીચર્સ અને પ્રીમિયમ કેમેરા ડિઝાઈન આપવામાં આવી છે.

iPhone 16 ખરીદવાની શાનદાર તક
iPhone 16 વર્ષ 2024માં ભારતીય બજારમાં લોન્ચ થયો હતો. શરૂઆતમાં તેની કિંમત ₹79,900 રાખવામાં આવી હતી. બાદમાં iPhone 17 લોન્ચ થયા પછી એપલે તેની કિંમતમાં સીધો ₹10,000નો ઘટાડો કર્યો હતો. હવે આ ફોનની કિંમત ₹69,900 થઈ ગઈ છે. હાલમાં iNvent સ્ટોર પરથી આ સ્માર્ટફોન માત્ર ₹63,900ની શરૂઆતની કિંમતે ખરીદી શકાય છે. સાથે બેન્ક ઓફર્સ અને એક્સચેન્જ બોનસનો લાભ પણ મળી શકે છે.

એમેઝોન-ફ્લિપકાર્ટ પર પણ મળી શકે ઓફર્સ
સમર સેલ દરમિયાન એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ વેબસાઇટ્સ પર પણ iPhone 16 પર આકર્ષક ઓફર્સ આપવામાં આવી રહી છે. બેન્ક ડિસ્કાઉન્ટ, EMI અને એક્સચેન્જ ઓફર્સનો લાભ લઈને ગ્રાહકો ફોનને વધુ સસ્તામાં ખરીદી શકે છે. જો તમારો જૂનો ફોન સારી કન્ડિશનમાં હશે તો વધારાનો એક્સચેન્જ બોનસ પણ મળી શકે છે.

જાણો iPhone 16ના ફીચર્સ
એપલનો iPhone 16 ત્રણ સ્ટોરેજ વિકલ્પો — 128GB, 256GB અને 512GBમાં ઉપલબ્ધ છે. ફોનમાં 6.1 ઇંચની OLED સુપર રેટિના XDR ડિસ્પ્લે આપવામાં આવે છે, જેમાં ડાયનેમિક આઇલેન્ડ ડિઝાનીનો સમાવેશ થાય છે. આ સ્માર્ટફોન A18 Bionic ચિપસેટ પર કામ કરે છે અને તેમાં એપલ ઇન્ટેલિજન્સ આધારિત AI ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

કેમેરા અને બેટરી
iPhone 16ના બેક પેનલ પર ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 48MPનો OIS સપોર્ટવાળો મુખ્ય કેમેરા અને 12MPનો સેકન્ડરી કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 12MPનો ફ્રન્ટ કેમેરા મળે છે. ઉપરાંત, ફોનમાં USB Type-C ચાર્જિંગ, iOS 18 અને MagSafe વાયરલેસ ચાર્જિંગ જેવા આધુનિક ફીચર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

Share This Article