HomeInternationalઅફઘાનિસ્તાનમાં ભારે વરસાદે કહેર મચાવ્યો: 22નાં મોત, અનેક ઘરો ધરાશાયી

અફઘાનિસ્તાનમાં ભારે વરસાદે કહેર મચાવ્યો: 22નાં મોત, અનેક ઘરો ધરાશાયી

Date:

Related stories

IPLમાંથી ધોનીની વિદાય! હવે ખેલાડી નહીં, CSKના મેન્ટર તરીકે સંભાળશે નવી જવાબદારી

ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીના IPL કરિયરને...

ઉત્તરાખંડમાં ભયાનક બસ દુર્ઘટના: પુલ પરથી 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી બસ, 10નાં મોત અને 26 ઘાયલ

ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર ગૂલર બજાર નજીક વહેલી સવારે અકસ્માત;...

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા: કુલગામ એન્કાઉન્ટરમાં લશ્કરનો મોસ્ટ વોન્ટેડ કમાન્ડર લતીફ ભટ સહિત બે આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના દક્ષિણ કાશ્મીરમાં આવેલા કુલગામ જિલ્લાના લારૂ વિસ્તારમાં સુરક્ષાદળો...
spot_img

અફઘાનિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં ખરાબ હવામાનને કારણે 22 લોકોનાં મોત થયા છે અને 32 લોકો ઘાયલ થયા છે તેમ અફઘાનિસ્તાનનાં અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. હજુ પણ સમગ્ર અફઘાન પ્રદેશમાં પુલકારી સ્થિતિ છે.

જાનહાનીનો આંક ઉંચે જઇ શકે છે. મૃત્યુ પામેલાઓ પૈકી એક ડઝનથી વધારે લોકો પૂર્વ અફઘાનિસ્તાનમાં સમગ્ર રાત પડેલા ભારે વરસાદને કારણે ઘરોની છત તૂટી પડવાને કારણે મૃત્યુ પામ્યા હતાં.

અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા બે સપ્તાહમાં સમગ્ર દેશમાં તોફાન અને ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલન, પૂર અને વીજળી પડવાની ઘટનાઓમાં 130થી વધારે લોકોનાં મોત થયા છે. હજારો ઘર નાશ પામ્યા છે અથવા ક્ષતિગ્રસ્ત થયા છે.

અફઘાનિસ્તાન નેશનલ ડિઝાસ્ટર ઓથોરિટી દ્વારા જારી કરવામાં તાજેતરનાં આંકડા ચાલુ વર્ષની શરૂૂઆતમાં અફઘાનિસ્તાનમાં ભારે બરફવર્ષા અને પૂરથી થયેલા મોતનાં આંકડાથી વધારે છે. અફઘાનિસ્તાન એક ગરીબ દેશ છે અને તે ખરાબ હવામાનની ઘટનાઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે. ઓથોરિટીનાં જણાવ્યા અનુસાર આ આંકડો હજુ પણ વધી શકે છે.

નંગરહાર પ્રાંતનાં ઇન્ફરમેશન એન્ડ કલ્ચરલ ડિરેક્ટોરેટમાં કાર્યરત ઇન્ફરમેશન ડાયરેક્ટર સિદ્દીકુલ્લાહ કુરેશીનાં જણાવ્યા અનુસાર પૂર્વીય શહેર જલાલાબાદનાં મોટા ભાગના વિસ્તારો મંગળવાર સવાર સુધીમાં પૂરની ચપેટમાં આવી ગયા હતાં. શહેર અને આસપાસના જિલ્લાઓમાં છત પડવાથી 13 લોકોનાં મોત થયા હતાં અને અન્ય 19 ઘાયલ થયા હતાં.

જલાલાબાદ નંગરહાર પ્રાંતનું મુખ્ય શહેર છે. કુરેશીએ જણાવ્યું હતું કે પ્રાંતનાં વિવિધ ભાગોમાં પૂરનાં પાણીમાં ફસાઇ ગયેલા 104 લોકોને હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.

Subscribe

Latest stories