HomeNationalએપ્રિલથી દવાઓ મોંઘી: પેઈનકિલરથી માંડી તાવ સુધી 1,000 દવાઓના ભાવમાં વધારો

એપ્રિલથી દવાઓ મોંઘી: પેઈનકિલરથી માંડી તાવ સુધી 1,000 દવાઓના ભાવમાં વધારો

Date:

Related stories

સપ્તાહના અંતે કોનું ભાગ્ય ખૂલશે? ૨૭ સપ્ટેમ્બરનું મેષથી મીન સુધીનું રાશિફળ વાંચો

૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટે ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

એશિયન ગેમ્સમાં ભારતનો દબદબો, કબડ્ડીમાં પુરુષ ટીમે જીત્યું ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સમાં ભારતીય કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કરતાં દેશના...

2027 વર્લ્ડ કપ જ બનશે વિરાટનો અંતિમ મહાસંગ્રામ? સામે આવી મોટી વાત

ભારતીય ક્રિકેટના ચાહકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા...

બાપ્પાની વિદાય વચ્ચે તેલંગાણામાં માતમ! ગણેશ વિસર્જન દરમિયાન આટલા લોકોના મોત અને આટલા લોકો ઈજાગ્રસ્ત

તેલંગાણામાં ગણેશોત્સવની ભક્તિ અને વિસર્જનના ઉત્સવ વચ્ચે અનેક પરિવારો...
spot_img

હોળીના તહેવાર બાદ સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ એક બોજ પડવા જઈ રહ્યો છે. આગામી 1 એપ્રિલ 2026થી તાવ, ઈન્ફેક્શન અને એનીમિયા જેવી બીમારીઓમાં વપરાતી આવશ્યક દવાઓના ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે. સરકાર દ્વારા નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સમાં સામેલ દવાઓની કિંમતોમાં અંદાજે 0.6% ના વધારાને મંજૂરી આપવામાં આવી છે.

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સમાં થયેલા ફેરફારને આધારે આ વધારો કરવામાં આવ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડેટા મુજબ, વર્ષ 2024ની સરખામણીએ 2025માં WPI માં (+) 0.64956% નો વાર્ષિક ફેરફાર જોવા મળ્યો છે.

આ વધારો 1,000 થી વધુ આવશ્યક દવાઓ પર લાગુ થશે. જેમાં મુખ્યત્વે પેરાસીટામોલ કે જે તાવ અને દુખાવા માટે સૌથી વધુ વપરાતી દવા છે. બેક્ટેરિયલ ઇન્ફેક્શન માટે વપરાતી એઝિથ્રોમાસીન જેવી દવાઓ, એનીમિયા અને વિટામિન્સ લોહીની ઉણપ દૂર કરવાની દવાઓ અને મિનરલ્સ, સ્ટીરોઈડ્સ કે જે ગંભીર બીમારીઓ અને શ્વસન સંબંધી સારવારમાં વપરાતી દવાઓનો સમાવેશ થાય છે.

ફાર્મા ઉદ્યોગના નિષ્ણાતોના મતે, આ મામૂલી વધારો પૂરતો નથી. ચાલુ ઈરાન યુદ્ધને કારણે દવાઓ બનાવવામાં વપરાતા કાચા માલ (APIs) અને સોલ્વન્ટ્સના ભાવમાં જંગી ઉછાળો આવ્યો છે. ગ્લિસરીનની કિંમતમાં 64% નો વધારો થયો છે. આ ઉપરાંત પેરાસીટામોલ APIની કિંમતમાં 25% નો વધારો થયો છે. પેકેજિંગ મટિરિયલ જેવા કે એલ્યુમિનિયમ ફોઈલ અને PVC ના ભાવ 40% સુધી વધ્યા છે. દવાઓના ઉત્પાદન ખર્ચમાં 30-35% નો વધારો થયો છે, જેની સામે 0.6% નો ભાવ વધારો ઉદ્યોગ માટે પૂરતો નથી. અમે આ મુદ્દે NPPA સમક્ષ રજૂઆત કરવાની પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.

Subscribe

Latest stories