Wednesday, Mar 4, 2026

લોરેન્સ બિશ્નોઇ ગેંગથી પંજાબી સિંગર બી પ્રાકને મારવાની ધમકી

2 Min Read

દેશના જાણીતા બોલિવુડ અને પંજાબી ગાયક બી પ્રાકને કુખ્યાત લોરેન્સ બિશ્નોઇ ગેંગે જાનથી મારવાની ધમકી આપી છે. લોરેન્સ બિશ્નોઇ ગેંગે બી પ્રાક પાસેથી 10 કરોડ રૂપિયાની ખંડણી માગી છે. ગેંગ દ્વારા સિંગર બી પ્રાકના સાથી દિલનૂરને ફોન કરીને 10 કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી છે. ગેંગે એક સપ્તાહની અંદર પૈસા આપવા માટે કહ્યું છે. આ મામલે મોહાલીમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

લોરેન્સ બિશ્નોઇ ગેંગ તરફથી ધમકી આપનાર કોલરે પોતાનું નામ આરજુ બિશ્નોઇ હોવાનું જણાવ્યું છે. બી પ્રાકને આપવામાં આવેલી ધમકીમાં કહેવામાં આવ્યું છે કે 10 કરોડ રૂપિયા આપો, નહીં તો માટીમાં મિલાવી દઈશું.

શું છે મામલો?
પંજાબી સિંગર દિલનૂરે ધમકીભર્યો કોલ આવ્યા બાદ SSP મોહાલી પાસે ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ કોલ કરનાર વ્યક્તિએ પોતાને આરજુ બિશ્નોઇ તરીકે ઓળખાવ્યો અને દિલનૂરને કહ્યું હતું કે તે પોતાના મિત્ર, બોલિવુડ અને પંજાબી સિંગર બી પ્રાકને કહી દે કે 10 કરોડ રૂપિયાની ખંડણી આપી દે, નહીં તો એક સપ્તાહની અંદર ખરાબ પરિણામો ભોગવવાં પડશે. ઉલ્લેખનીય છે કે લોરેન્સ બિશ્નોઇ દેશનો કુખ્યાત ગેંગસ્ટર છે, જે હાલ જેલમાં બંધ છે અને ત્યાંથી જ પોતાનું નેટવર્ક ચલાવે છે. પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યામાં પણ લોરેન્સ બિશ્નોઇનું નામ સામે આવ્યું હતું.

દિલનૂરની ફરિયાદ અનુસાર પાંચ જાન્યુઆરીએ તેમને એક વિદેશી નંબર પરથી બે મિસ્ડ કોલ આવ્યા હતા, જેના જવાબ તેમણે આપ્યા નહોતા. છઠ્ઠી0 જાન્યુઆરીએ તેમને બીજા એક વિદેશી નંબર પરથી કોલ આવ્યો. દિલનૂરે કોલ ઉપાડ્યો ત્યારે વાતચીત શંકાસ્પદ લાગી, તેથી તેમણે ફોન કાપી નાખ્યો. તેના તરત બાદ તેમને એક વોઇસ મેસેજ મળ્યો, જેમાં ખંડણીની ધમકી આપવામાં આવી હતી.

આ ઓડિયો મેસેજમાં કોલ કરનાર વ્યક્તિએ કથિત રીતે કહ્યું હતું કે એક સપ્તાહની અંદર 10 કરોડ રૂપિયા આપવા પડશે, નહીં તો બી પ્રાકને ગંભીર નુકસાન પહોંચાડવામાં આવશે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

Share This Article