મેષ :
આવકનું પ્રમાણ જળવાય. નાના-ભાઇ બહેનો તરફથી સારા સમાચાર મળે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં શાંતિ, નોકરીમાં બઢતી, પ્રગતિ સંભવે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. મિત્ર વર્ગ તરફથી સાથ સહકાર મળે.
વૃષભ :
દિવસ દરમ્યાન મોજ શોખનું વાતાવરણ રહે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતો રહે. બપોર બાદ ધંધામાં પ્રગતિ થતી જણાય. સંતાન સાથે ઉગ્રતા ટાળવી.
મિથુન :
સ્વભાવમાં ઉગ્રતા રહે. બપોર સુધી દિવસ શાંતિથી પસાર કરવો. બપોર બાદ ભાગ્યનો સાથ મળે. આવક આવતી જણાય. નાના યાત્રા પ્રવાસના યોગ બને છે. ધાર્મિક કાર્યમાં સહભાગી થવાય.
કર્ક :
બપોર સુધી આવક જળવાય. જીવનસાથી સાથે આનંદ. બપોર બાદ ઉદાસીનતાનો અનુભવ થાય. આવકનું પ્રમાણ ઘટતું જણાય. શરદી-ખાંસીથી પરેશાની થાય. અગત્યના કાર્યો ટાળવા.
સિંહ :
પારિવારિક ક્ષેત્રે આનંદ જળવાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. બપોર પછી આવક અંગે સારો દિવસ છે. બપોર સુધી વિચારોમાં નકારાત્મકતા રહે. તથા આરોગ્ય કથળે. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય.
કન્યા :
સ્વભાવમાં સરળતા વર્તાય. આયોજન યોગ્ય રીતે કરી શકાય. સંતાન સુખમાં વધારો થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર પછી આરોગ્ય સાચવવું. પ્રવાસ યોગ બને છે. ભાગ્યનો સાથ મળે.
તુલા:
આરામ કરવાની ઇચ્છા થાય. નાણાંકીય ફાયદો મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતા-પિતાનું સ્વાસ્થય જળવાય. સ્થાવર જંગમ મિલકત માટે બપોર સુધી સારૂં.
વૃશ્ચિક :
આનંદ ઉત્સાહમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત થતું જણાય. પારિવારિક સુખમાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર બાદ સ્થાવર જંગમ મિલકતના કાર્ય અંગે શુભ સમય છે. આરોગ્ય જળવાય.
ધન :
સેવાકીય ક્ષેત્રે પ્રવૃત થવાથી માન-સન્માનમાં વધારો થાય. મનનું ઉચ્ચકોટિનું વલણ પેદા થાય. આવકનું પ્રમાણ જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવવો શક્ય બને.
મકર :
ખેડુતોને લાભ. ખોળ-કપાસીયાથી ફાયદો. બાગ બગીચાની શોભા વધે. ધન પ્રાપ્તિ થાય. સત્તા, હોદ્દો, માન, સન્માન વધતો જણાય. સંતાન સાથે લાગણીશીલતા વધે. હાડકાના દુઃખાવાથી સાચવવું જરૂરી.
કુંભ :
બપોર સુધી દરેક ક્ષેત્રે સામાન્ય દિવસ. બપોર બાદ આનંદ. ઉત્સાહ વધે. જમીન-મિલકત તથા કરેલા રોકાણોથી લાભ મળતો જણાય. સ્ત્રીવર્ગ સાથે લહેણું વધે. નોકરી ધંધામાં સારા સમાચાર મળે. જીવનસાથી સાથે આનંદ.
મીન :
બપોર સુધી આવક જળવાય. બપોરબાદ આવક અટકતી જણાય. ખર્ચ વધે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમની ભાવના વધે. નોકરી ધંધામાં પ્રગતિ થતી જણાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. બપોર બાદ સાવધાની જરૂરી.