દિલ્હીની એક અદાલતે ગુરુવારે RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવ અને પુત્રી હેમા યાદવને લેન્ડ ફોર જોબ કૌભાંડમાં સમન્સ જારી કર્યા છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે હાઈ-પ્રોફાઈલ લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અંતિમ ચાર્જશીટની નોંધ લીધી છે. કોર્ટે લાલુ પ્રસાદ યાદવ, તેમની પુત્રી હેમા યાદવ અને પુત્ર તેજ પ્રતાપ યાદવ અને અન્ય આરોપીઓને સમન્સ જારી કરીને 11 માર્ચે હાજર થવાનો નિર્દેશ આપ્યો છે.
આ પહેલા દિલ્હીની કોર્ટે પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદને જમીન-નોકરી કૌભાંડમાં સમન્સ પાઠવ્યા હતા. દિલ્હી કોર્ટે લાલુ પ્રસાદના પુત્ર તેજ પ્રતાપ યાદવ અને પુત્રી હેમા યાદવને પણ નોકરી કૌભાંડ મામલે સમન્સ પાઠવ્યા છે.
ચાર્જશીટમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે લાલુ પ્રસાદ યાદવ વર્ષ 2004થી 2009 દરમિયાન રેલવે મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો, ત્યારે તેમણે સૌથી નીચલા સ્તરની નોકરીઓ આપવાના નામે મોટો કૌભાંડ કર્યું હતું. જેમાં લાલુ પ્રસાદ યાદવે રેલવેમાં નોકરી આપવાના નામે પરિવારના સભ્યોના નામે જમીન અને મિલકત ટ્રાન્સફર કરાવી. જમીનના બદલામાં, મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર અને હાજીપુરના રેલવે ઝોનમાં નોકરીઓ આપવામાં આવી હતી. રાઉઝ એવન્યુ કોર્ટે બધા આરોપીઓને 11મી માર્ચે હાજર થવાનો આદેશ આપ્યો હતો. આમાં ભોલા યાદવ, પ્રેમચંદ ગુપ્તાને સમન્સ પાઠવવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું કે, ‘એવો આરોપ છે કે પ્રેમચંદ ગુપ્તા લાલુ યાદવના સહયોગી તરીકે કામ કરતા હતા.’