સુરતમાં અવાનવાર બાંગ્લાદેશીઓ ઝડપાતા હોય છે. ત્યારે ખોટા દસ્તાવેજો દ્વારા ભારતીય નાગરિક તરીકે ઓળખ આપવાની કોશિશ કરતા બાંગ્લાદેશી યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી પાસેથી બનાવટી ચૂંટણીકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરાયા. ગેરકાયદે ભારતમાં રહેતા શખ્સ યુસુફ સરદાર સામે પોલીસે કાર્યવાહી કરી.

યુસુફ સરદારે પૂછપરછ દરમિયાન કબૂલાત કરી કે, તે બાંગ્લાદેશનો નાગરિક છે અને દોઢ વર્ષ પહેલાં બાંગ્લાદેશના એજન્ટને 1000 ટાકા આપીને સાતખીરા બોર્ડર મારફતે પશ્ચિમ બંગાળના બાંગઓનમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો.
આ બાંગ્લાદેશી શખ્સ હાવડા રેલવે સ્ટેશન પરથી ટ્રેન મારફતે સુરત પહોંચ્યો અને અહીં ઝુપડપટ્ટીમાં ભાડે રહી મજૂરી કામ કરતો હતો.યુસુફે પોતાના નામ અને ઓળખ બદલવા માટે ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા. ભારતીય નાગરિક હોવાના ખોટા પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ મેળવ્યા હતા, જે તે સુરતમાં રહેવા માટે ઉપયોગમાં લઈ રહ્યો હતો.
આ પણ વાંચો :-