ઉત્તર પ્રદેશનો સંભલ જિલ્લો હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં 24 નવેમ્બરે હિંસા ફાટી નીકળી હતી. ત્યારપછી પોલીસ હિંસામાં સામેલ આરોપીઓ સામે બુલડોઝર, સામ, દામ, દંડ, ભેદ વગેરેની કાર્યવાહી કરી રહી છે. રમિયાન, સંભલમાં 1978ના રમખાણોની બંધ થયેલી ફાઇલને ફરીથી ખોલવા અને તપાસ શરૂ કરવાના પ્રયાસો શરૂ થયા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા વિધાનસભામાં આપવામાં આવેલા નિવેદન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારનું માનવું છે કે તપાસમાં હિંદુઓ સાથે ઘણો ભેદભાવ કરવામાં આવ્યો હતો.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વિધાનસભામાં 1978ના રમખાણોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે 1947થી અત્યાર સુધીમાં સંભલમાં રમખાણોને કારણે 209 હિંદુઓએ જીવ ગુમાવ્યા છે. સંભલમાં 29 માર્ચ 1978ના રોજ રમખાણો દરમિયાન આગજનીની ઘટનાઓ બની હતી. આ ઘટનામાં ઘણા હિંદુઓ માર્યા ગયા હતા.
સંભલ રમખાણોની ફાઈલ ફરીથી ખોલવા પાછળ સરકારના ઈરાદા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. સપા અને કોંગ્રેસ આને રાજકીય ફાયદો ઉઠાવવાની ચાલ ગણાવી રહ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે કહ્યું કે તે સ્પષ્ટ છે કે, ભાજપ સરકાર સાંપ્રદાયિકતાનું ઝેર ફેલાવીને મત મેળવવા માંગે છે, 1978 પછી 4 મુખ્યમંત્રી ભાજપના જ રહ્યા છે. અત્યાર સુધી તેણે રમખાણો વિશે વાત કરી નથી. તેઓ હવે કેમ કરી રહ્યા છે, કારણ કે ભારતીય જનતા પાસે તેની સિદ્ધિઓ માટે બતાવવા માટે કંઈ નથી.
આ પણ વાંચો :-