દેશમાં HMPV એટલે કે હ્યુમન મેટાપ્યુમોવાયરસના કેસ સતત વધી રહ્યા છે. નાગપુરમાં પણ આ વાયરસના ચેપના બે નવા કેસ નોંધાયા છે. કેસની સંખ્યા સતત વધી રહી છે, અહેવાલો મુજબ દેશમાં અત્યાર સુધીમાં HMPVના 7 પોઝીટીવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ત્રણ રાજ્યોમાં HMPV દર્દીઓની પુષ્ટિ થઈ છે. જો કે, કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે કોવિડ જેવી સ્થિતિ નહીં સર્જાય, સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

અહેવાલો અનુસાર ભારતમાં નોંધાયેલા 7 કેસમાંથી કર્ણાટકના બેંગલુરુમાં 2, મહારાષ્ટ્રના નાગપુરમાં 2 અને તમિલનાડુના ચેન્નઈમાં 1 તથા સેલમમાં 1 અને ગુજરાતના અમદાવાદમાં 1 કેસ નોંધાયો હતો.
આ ઉપરાંત બંને વાયરસના લક્ષણોમાં તાવ, દુ:ખાવો, શ્વાસની તકલીફ પણ સામેલ છે. બંને વાયરસ બાળકો, વૃદ્ધો અને પહેલાથી બીમાર અથવા તેઓ લાંબા સમયથી કોઈ અન્ય રોગથી પીડિત હોય તેવા લોકો પર હુમલો કરે છે. બંને વાયરસથી બચવા માટે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ સોમવારે એક વીડિયો સ્ટેટમેન્ટ જારી કરીને કહ્યું કે, ‘આ વાઇરસથી કોઈએ ગભરાવાની જરૂર નથી અને અમે તેના પર નજર રાખી રહ્યા છીએ અને આ કોઈ નવો વાઇરસ નથી, તેની ઓળખ સૌથી પહેલા 2001માં થઈ હતી. અમે તેના પર નજર રાખી રહ્યા છીએ અને તમામ જરૂરી પગલાં અમે તૈયાર છીએ.’
કેન્દ્રીય મંત્રીએ આ વાયરસ અંગે કહ્યું હતું કે, ‘તાજેતરના સમયમાં ચીનમાં HMPVના કેસમાં વધારો થયો હોવાના અહેવાલો છે. આના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) પણ આના પર ધ્યાન આપી રહ્યું છે અને ટૂંક સમયમાં તેનો રિપોર્ટ શેર કરશે.’
જેપી નડ્ડાએ સ્પષ્ટ કર્યું કે ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અને ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, ભારતમાં કોઈપણ સામાન્ય શ્વસન વાયરલ ચેપમાં કોઈ નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી.
આ પણ વાંચો :-
 
								 
		 
		 
		 
		 
		 
		 
		 
		