Wednesday, Nov 5, 2025

સુરતમાં ખોદકામ વખતે ગેસ લાઇન લીકેજ થતા 3 લોકો દાઝ્યા

1 Min Read

સુરતમાં હાલ શિયાળાની કડકડતી ઠંડીમાં પણ વિકાસના કામો ચાલી રહ્યાં છે. ત્યારે આજે ગોડાદરામાં ગેસ લીકેજ થતા 3 લોકો દાઝ્યા છે. ખોદકામ દરમિયાન ગેસ લાઇન લીકેજ થતા દુર્ઘટના સર્જાઇ છે. ગેસ લીકેજ થતા વિકરાળ આગ લાગી. આગ લાગી જતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઇજાગ્રસ્ત ત્રણેય લોકોને હોસ્પિટલ ખસેડાયા છે.

સુરતમાં આજે ગોડાદરામાં ખોદકામ વખતે ગેસ લાઇન લીકેજ થઈ હતી. જેથી ભયના માહોલ વચ્ચે લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી કામ કરી રહેલા ત્રણ લોકો દાઝી ગયા હતાં. જેથી ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.

તે પહેલાં ક્રિષ્ના કોમ્પલેક્સમાં ગેરકાયદેસર ચાલતા લોજમાં આજે વહેલી સવારે ગેસ ગળતર થયુ હતુ. જે બાદ અચાનક જ બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં સાત જેટલા લોકો દાઝી ગયા છે. જેમાથી બે લોકો ગંભીર હોવાનું જાણવા મળી રહ્યુ છે. ગેસ લીકેજ અને ત્યારબાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં કાપોદ્રા, કતારગામ અને ડભોલી ફાયર સ્ટેશનની ટીમ સ્થળ પર પોહચીને આગ બુઝાવવાની કામગીરી કરી હતી.

આ પણ વાંચો :-

Share This Article