
મેષઃ
સ્વભાવમાં ચિડિયાણું વધતું જણાય. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. માતાની તબિયત નરમ ગરમ રહે. નાણાંકીય રોકાણોમાં સાવધાની રાખવી જરૂરી. આરોગ્ય જળવાય.
વૃષભઃ
દિવસની શરૂઆતમાં થોડી ચિંતા રહે. ત્યાર બાદ મોજ, શોખ-આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોની ચિંતા સતાવશે. અગત્યના કાયો સાવધાની પૂર્વક કરવા. દામ્પત્ય સુખ અંગે મિશ્રફળ મળતું જણાય.
મિથુનઃ
હાજરજવાબી, ટીખળી, નીખાલસ તથા આનંદી સ્વભાવ રહે. કંઇક નવું જાણવાનો યોગ બને છે. વિશ્વાસધાત નો ભોગ ન બનાય અેનું ધ્યાન રાખવું. પડવા- વાગવાથી તથા વાહન અકસ્માત થી સાચવવું. નોકરી ધંધા માટે સામાન્ય દિવસ.
કર્કઃ
આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. સ્વભાવમાં સરળતા વધે, દામ્પત્ય જીવનમાં ઉદાસીના અનુભવાય. મિત્રોથી લાભ. મિત્ર વર્તુળમાં વધારો થાય. આવક જાવકનું પાસુ સરભર થતું જણાય. સ્નાયુનો દુઃખાવો રહે.
સિંહઃ
માનસિક ટેન્શન રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે. કાર્ય સફળતા માટે મહેનત વધારે કરવી પડે. દિવસની શરૂઆત પિતૃને યાદ કરીને કરવાથી પરિસ્થિતિ હળવી થતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો થતો જણાય.
કન્યાઃ
આવકનું પ્રમાણ ધટે. વાણીમાં ઉગર્તા ટાળવી. આંખનું ધ્યાન રાખવું. માથાનો દુઃખાવો તથા તાવ રહે. ભાગ્ય સાથ આપતું જણાય. માતાની સાથે વાદ-વિવાદ સંભવે. ધંધા-નોકરીમાં શાંત મગજ રાખવું. જીવનસાથી સાથે પ્રેમ જળવાય.
તુલાઃ
દિવસ દરમ્યાન ખોટું લાગે અેવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. આવકનું પ્રમાણ જળવાય. અગત્ય ના કાર્યો મુલતવી રાખવા. પિતા સાથે મતભેદ થાય અથવા પિતાની તબિયત બગડતી જણાય. આરોગ્ય સારૂં રહે. નોકરી-ધંધામાં સોતોષ.
ધનઃ
આજે આરોગ્યમાં સુધારો થતો જણાય. પરંતુ થોડી માનસિક અસંતોષ રહે. મેડીટેશન કરવાથી ફાયદો જણાય. આવકનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળી રહે. નોકરી-ધંધામાં માટે મિશ્ર દિવસ પસાર થાય.
મકરઃ
માનસિક શાંતિ, આનંદ-ઉત્સાહ વધે. આવક માં વધારો થતો જણાય. પરિવારના સ્ત્રી સભ્યોની ચિંતા રહે. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. ભાડાની આવક ઉભી કરી શકાય. સ્વાસ્થય સારૂં રહેતું જણાય.
કુંભઃ
આત્મવિશ્વાસ જળવાય. આવક માં વધારો થાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ મળતો જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. આરોગ્ય સાચવવાની સલાહ છે. શરદી-ખાંસી રહે. આઇસક્રીમ-ઠંડા પીણા થી દૂર રહેવું. ધાર્મિક યાત્રા થાય.
મીનઃ
નાના ભાઇ બહેનોના વ્યવહાર થી દુઃખ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકત ના વ્યવહારો માં ધ્યાન રાખવું. સંતાન સાથે પ્રેમ જળવાય. વિધાર્થીમિત્રો ને સફળતા મળે. હાડકાની સંભાળ રાખવી.