Wednesday, Nov 5, 2025

MD ડ્રગ્સ કેસમાં નાઈજીરિયન સહિત 2 લોકોની નાલાસોપારાથી ધરપકડ

2 Min Read

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સચિન કપલેથાથી ઝડપી પાડવામાં આવેલા રૂપિયા 55 લાખથી વધુના એમડી ડ્રગ્સ કેસ મામલે મોટી સફળતા મળી છે. એમડી ડ્રગ્સ કેસમાં મુંબઈના નાલાસોપારાથી નાઈજિરિયન યુવક સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. નાઈજીરિયન યુવક ડેવિડની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ગત 16 નવેમ્બર 2024ના રોજ સચિનના કલ્પેથા ચેકપોસ્ટ પાસેથી ફોરવ્હીલ કારમાં પસાર થઈ રહેલા ઈરફાનખાન મોહમદખાન પઠાણ, મોહમદ તૌસીફ મોહમદ રફીક શા અને અસફાક ઈર્ષાદ કુરેશીને ઝડપી પાડયા હતા. પોલીસે 55,48,200 રૂપિયાની કિમંતનું 554.82 ગ્રામ એમડી ડ્રગ્સ સહીત 58,71,950 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે નાલાસોપારા ખાતેથી અજય ગુલ્લા ઠાકુરને ઝડપી પાકયો હતો. પોલીસે તેની પ્રાથમિક પૂછપરછ કરતા તે એમડી ડ્રગ્સનો જત્યો નાલાસોપારામાં રહેતા નાઈજીરીયન ડેવિડ ઉચે પ્રિન્સ પાસેથી લઈ આવી અગાઉ પકડાયેલા ત્રણેય આરોપીઓને આપ્યો હતો. દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે નાલાસોપારા વિસ્તારમાંથી નાઈજીરીયન ડેવિડ પ્રિન્સ ઉચેને પણ ઝડપી પાકયો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 11 હજારની કિમંતના 3 મોબાઈલ ફોન અને 31,800 રોકડા રૂપિયા જપ્ત કર્યા હતા. નાઈજીરીયન ડેવિડ પ્રિન્સ ઉચે અગાઉ મુંબઈના કાંદીવલી પોલીસ સ્ટેશનના ચીટીંગના ગુનામાં વર્ષ 2015 થી 2019 સુધી કોલ્હાપુર-કલમબા જેલમાં કૈદ રહ્યો હતો.

બનાવ અંગે ડીસીપી ભાવેશ રોજીયાએ જણાવ્યું હતું કે ગત 16 નવેમ્બરના રોજ સચિન કલ્પેથા ચેકપોસ્ટ પાસેથી એમડી ડ્રગ્સ સાથે ૩ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં તોસીફ, ઈરફાન સહીત 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તોસીફની એની પૂછપરછ દરમ્યાન તોસીફ સુરત ખાતે ડ્રગ્સ લાવીને વ્હેચતો હતો અને મુંબઈના નાલાસોપારા વિસ્તારમાંથી આ ડ્રગ્સ લાવેલો હતો એક માહિતી આવી મળેલી હતી. નાલાસોપારામાંથી અજય ઠાકુર નામના ઇસમ પાસેથી તે આ ડ્રગ્સ લાવ્યો હતો જેથી ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા નાલાસોપારા ખાતેથી અજય ગુલ્લા ઠાકુરને ઝડપી પાડયો હતો.

આ પણ વાંચો :-

Share This Article