મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની સાથે ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોની 15 વિધાનસભા બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભાની તમામ 288 બેઠકો અને ઝારખંડમાં બીજા તબક્કાની 38 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. એવામાં યુપીમાં આજે 9 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ દરમિયાન, મુઝફ્ફરનગરની મીરાપુર સીટ પર યોજાઈ રહેલી પેટાચૂંટણી દરમિયાન પથ્થરમારો થયો છે, જે બાદ પોલીસ એક્શનમાં આવી છે.

યુપીની મીરાપુર સીટ પર પેટાચૂંટણી દરમિયાન પોલીસ પર ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે પોલીસ મતદારો મતદાન કરતા અટકાવી રહી હતી. કેટલાક લોકોને તો મતદાન કર્યા વગર જ મતદાન મથકોની કાઢી મૂકવામાં આવ્યા હતા. જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ પછી કેટલાક લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેથી પોલીસ એક્શનમાં આવી અને સમગ્ર વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી.
જેના વિરોધમાં ગ્રામજનો મુખ્ય માર્ગ પર ઉતરી આવ્યા હતા અને પોલીસનો વિરોધ કર્યો હતો. ગ્રામજનોએ રોડ જામ કરવાની પણ જાહેરાત કરી હતી. આ દરમિયાન ગ્રામજનોએ પથ્થરમારો પણ કર્યો હતો. જે વિસ્તારમાંથી પથ્થરમારો થયો તે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. પથ્થરમારામાં કોન્સ્ટેબલ વિક્રાંત ઘાયલ થયો છે. તેના હાથ પર ઈજા થઈ છે. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાજીવ શર્મા અને કોન્સ્ટેબલ શૈલેન્દ્ર ભાટીને પણ સામાન્ય ઈજા થઈ હતી.
આ પણ વાંચો :-