મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય તાપમાન વધવા લાગ્યું છે. કોંગ્રેસે આજે શનિવારે તેના 23 ઉમેદવારોની જાહેરાત કરી છે. આના થોડા સમય બાદ હવે ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી દીધી છે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, શિવરાજ સિંહ ચૌહાણ, આસામના CM હિમંતા બિસ્વા સરમા, ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ સહિત 40 નેતાઓના નામ સામેલ છે. આ તમામ દિગ્ગજો વિધાનસભા ચૂંટણી અને નાંદેડ લોકસભા પેટાચૂંટણીમાં પક્ષના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર કરશે.
આ યાદીમાં પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, શિવરાજ સિંહ ચૌહાણ, આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સહિત 40 નેતાઓના નામ સામેલ છે. આ તમામ નેતાઓ વિધાનસભા ચૂંટણી અને નાંદેડ લોકસભા પેટાચૂંટણીમાં પાર્ટી ઉમેદવારો માટે પ્રચાર કરશે.
- નરેન્દ્ર મોદી
- જગત પ્રકાશ નડ્ડા
- રાજનાથ સિંહ
- અમિત શાહ
- નીતિન ગડકરી
- યોગી આદિત્યનાથ
- ડૉ.પ્રમોદ સાવંત
- ભૂપેન્દ્રભાઈ પટેલ
- વિષ્ણુ દેવ સાય
- ડૉ.મોહન યાદવ
- ભજનલાલ શર્મા
- નાયબ સિંહ સૈની
- હિમંતા બિસ્વા સરમા
- શિવરાજ સિંહ ચૌહાણ
- દેવેન્દ્ર ફડણવીસ
- ચંદ્રશેખર બાવનકુલે
- શિવ પ્રકાશ
- ભૂપેન્દ્ર યાદવ
- અશ્વિની વૈષ્ણવ
- નારાયણ રાણે
- પિયુષ ગોયલ
- જ્યોતિરાદિત્ય સિંધિયા
- રાવસાહેબ દાનવે પાટીલ
- અશોક ચવ્હાણ
- ઉદયન રાજે ભોંસલે
- વિનોદ તાવડે
- આશિષ શેલાર
- પંકજા મુંડે
- ચંદ્રકાંત (દાદા) પાટીલ
- સુધીર મુનગંટીવાર
- રાધાકૃષ્ણ વિખે પાટીલ
- ગિરીશ મહાજન
- રવીન્દ્ર ચવ્હાણ
- સ્મૃતિ ઈરાની
- પ્રવીણ દારેકર
- અમર સાબલે
- મુરલીધર મોહોલ
- અશોક નેતે
- ડૉ.સંજય કુટે
- નવનીત રાણા
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ અને વર્તમાન ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મહાગઠબંધને 278 સીટોની વહેંચણીને આખરી ઓપ આપી દીધો છે. ભાજપના ઉમેદવારોની આગામી યાદી ટૂંક સમયમાં આવશે. અત્યાર સુધીમાં ભાજપે કુલ 99 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી કહે, શિવસેના (એકનાથ શિંદે જૂથ) 45 બેઠકો પર અને NCP 38 બેઠકો પર છે.
આ પણ વાંચો :-