રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતજી હાલ સુરતના પ્રવાસે છે. બે દિવસીય મુલાકાત દરમિયાન આજે મોહન ભાગવતજીએ સુરતમાં ચાતુર્માસ અંતર્ગત રહેલા આચાર્ય મહાશ્રમણની મુલાકાતે વેસુ ખાતે પહોંચ્યા હતાં. મહાશ્રમણજીની મુલાકાત દરમિયાન શ્રાવકોને સંબોધિત કરતાં મોહનજી ભાગવતે પાકિસ્તાન ટકોર કરીને નિવેદન કર્યુ હતું કે, અમે માર ખાતા નથી અને કોઈને મારવા પણ દેતા નથી.
વધુમાં RRS ના વડા મોહન ભાગવતે કહ્યું કે, ‘અમે માર ખાતા નથી પરંતુ કોઈને મારવા પણ દેતા નથી. પાકિસ્તાને આક્રમણ કર્યું, કારગિલ સમયે ભારત ઈચ્છતતો પુરા દેશ પર આક્રમણ કરી શકતું હતું. કારગિલ સમયે સેનાને ઓર્ડર હતો કે બોર્ડર ક્રોસ નથી કરવાની. ભારતવર્ષ ક્યારેય યુદ્ધ ઉત્પન્ન કરતું નથી. ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો ત્યારે પણ જ્યા આતંકીઓ હતા ત્યાં જ સર્જિકલ સ્ટ્રાઈક કરી અને પાછા આવી ગયા હતા. લોકોને જે વિચારવું હોય તે વિચારે પરંતુ આપણો આધાર આધ્યાત્મિક છે.’
નોંધનીય છે કે, આ દરમિયાન મોહન ભાગવતે વેસુ સ્થિત ભગવાન મહાવીર કોલેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સાથે સાથે જૈન મુનિ મહાશ્રમણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. જૈન મુનિ મહાશ્રમણના પ્રવચનમાં મોહન ભાગવતે પોતાની હાજરી આપી હતી અને આ કાર્યક્રમમાં મોહન ભાગવતે પોતાનું પ્રવચન પણ આપ્યું હતું. મોહન ભાગવતએ RRS ના વડા છે અને અત્યારે ગુજરાતમાં સુરતની મુલાકાતે આવેલા છે. જો કે, આ દરમિયાન તેમણે પાકિસ્તાનને અનુલક્ષીને મહત્વનું નિવેદન આપ્યું છે.
આ પણ વાંચો :-