Wednesday, Dec 10, 2025

કાનપુર હાઈવે પર ડમ્પર, કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 5 લોકોના મોત

2 Min Read

ઉત્તર પ્રદેશના કાનપુરમાં સવારના સમયે ડમ્પર, અલ્ટો કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યા હતા. કાનપુર-ઇટાવા એલિવેટેડ હાઇવે પર આ અકસ્માત સર્જાયો હતો. ત્યારે ઘટનાને લઇ પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે. કાનપુર-ઈટાવા એલિવેટેડ હાઈવે પર આગળ ચાલતા ખાલી ડમ્પરે અચાનક બ્રેક મારી હતી. જેના કારણે પાછળ આવતી અલ્ટો કાર ડમ્પર પાછળ ધડાકાભેર અથડાઈ હતી. અને ગાડીની પાછળ આવતી સળિયા ભરેલી ટ્રકે ગાડીને ટક્કર મારી હતી. જેના કારણે કાર બે વાહનો વચ્ચે ફસાઈ ગઈ હતી.

Road Accident In Uttar Pradesh

કાનપુર-ઈટાવા હાઈવે પર આગળ ચાલતા ખાલી ડમ્પરે અચાનક બ્રેક મારી હતી અને પાછળ આવતી અલ્ટો કાર તેની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. જ્યારે કારની પાછળ આવતી સળિયાઓ ભરેલી ટ્રકે ટક્કર મારી હતી. કાર બે વાહનો વચ્ચે ફસાઈ ગઈ હતી, જેમાં બે વિદ્યાર્થી, બે વિદ્યાર્થિનીઓ અને ડ્રાઈવર સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. કારના પતરા કાપીને મૃતદેહને બહાર કાઢ્યા હતા.

આ ઘટના બાદ ડમ્પર અને ટ્રકના ચાલકો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ એલિવેટેડ હાઈવે પર લગભગ 22 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. અઢી કલાકની મહેનત પછી વાહનો હટાવીને જામ હટાવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલા ડીસીપી વેસ્ટ રાજેશ કુમાર સિંહે જણાવ્યું હતું કે, ‘ઘટના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.’

આ પણ વાંચો :-

Share This Article