છત્તીસગઢના રાજનાંદગાંવમાં એક ખૂબ જ દર્દનાક દુર્ઘટના બની છે. વીજળી પડવાથી ચાર બાળકો અને ચાર યુવાનો સહિત 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના રાજનાંદગાંવના જોરાતરાઈ ગામની જણાવવામાં આવી રહી છે. ભારે વરસાદ બાદ આકાશીય વીજળી પડવાથી શાળાના 5 બાળકો સહિત 8 લોકોના મોત થયા છે. આ ઘટના રાજનાંદગાંવના જોરાતરાઈની જણાવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ રાજનાંદગાંવમાં ભારે વરસાદ વચ્ચે વીજળી પડતા શાળાના ચાર બાળકો ઝપેટે ચડી ગયા હતા. અકસ્માત સમયે શાળાના તમામ બાળકો ઘરે પરત ફરી રહ્યા હતા.
આ સિવાય ચાર યુવાનો પણ વીજળીની ઝપેટે આવી ગયા હતા. આ ઘટના સોમાણી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. ઘટનાની માહિતી મળતા જ વહીવટીતંત્ર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. કલેક્ટર પોતે ઘટનાસ્થળે રવાના થયા છે. ઘટના બાદ એમ્બ્યુલન્સને સ્થળ પર રવાના કરવામાં આવી હતી.
રાજસ્થાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના 50માંથી 28 જિલ્લાઓમાં સામાન્ય કરતા 60 ટકા કે તેથી વધુ વરસાદ પડયો છે. રાજ્યના અજમેર, અલવર, અનુપગઢ, બિકાનેર, દૌસા, ધોલપુર, ગંગાનગર, ંગંગાપુર,જયપુર, ટોંક, બાલોત્રા, બાડમેર, જૈસલમેર, જોધપુર ગ્રામીણ, ફાલોડી અને ચુરુ સહિતના જિલ્લાઓમાં અસામાન્ય વરસાદ પડયો હતો.
હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે 60 માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. મંડીમાં સૌથી વધુ 31, શિમલા અને મંડીમાં 13, કાંગ્રામાં 10 માર્ગ બંધ કરવામાં આવ્યા છે. કિન્નોર જિલ્લામાં નેશનલ હાઇવે નં.5 પણ બંધ કરી દેવામાં આવ્યો છે. બંગાળની ખાડીમાં ડિપ્રેશનનું નિર્માણ થતા આગામી ત્રણ દિવસમાં ઓડિશામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ઓડિશાના પાંચ જિલ્લામાં એડ એલર્ટ જારી કરવામાં આવી છે.
આ પણ વાંચો :-