
મેષઃ
સ્વભાવમાં ચિડિયાપણું વધતું જણાય. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. કાર્યમીં સફળતા મળતી જણાય. માતાની તબિયત નરમ ગરમ રહે. નાણાંકીય રોકાણોમાં સાવધાની રાખવી જરૂરી. આરોગ્ય જળવાય.
વૃષભઃ
દિવસની શરૂઆતમાં થોડી ચિંતા રહે. ત્યારબાદ મોજ શાેખ આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોની ચિતા સતાવશે. અગત્યના કાર્યો સાવધાની પૂર્વક કરવા. દામ્પત્ય સુખ અંગે મિશ્રફળ મળતું જણાય.
મિથુનઃ
હાજર જવાબી, ટીખળી, નીખાલસ તથા આનંદી સ્વભાવ રહે. કંઇક નવું જાણવાનો યોગ બને છે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય. અેનંુ ધ્યાન રાખવું. પડવા વાગવાથી તથા વાહન અકસ્માત થી સાચવવું. નોકરી ધંધા માટે સામાન્ય દિવસ.
કર્કઃ
આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. સ્વભાવમાં સરળતા વધે . દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા અનુભવાય. મિત્રોથી લાભ. મિત્ર વર્તુળમાં વધારો થાય. આવક જાવકનું પાસુ સરભર થતું જણાય. સ્નાયુનો દુઃખાવો રહે.
સિંહઃ
માનસિક ટેન્શન રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે. કાર્ય સફળતા માટે મહેનત વધારે કરવી પડે. દિવસની શરૂઆત પિતૃને યાદ કરીને કરવાથી પરિસ્થિતિ હળવી થતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો થતો જણાય.
કન્યાઃ
આવકનું પ્રમાણ ઘટે. વાણીમાં ઉગ્રતા ટાળવી. આંખનું ધ્યાન રાખવું માથાનો દુખાવો તથા તાવ રહે. ભાગ્ય સાથ આપતું જણાય. ણાતાની સાથે વાદ વિવાદ સંભવે. ધંધા નોકરી માં શાંત મગજ રાખવું, જીવન સાથી સાથે પ્રેમ જળવાય.
તુલાઃ
દિવસ દરમ્યાન ખોટું લાગે એવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. આવકનું પ્રમાણ જળવાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. પિતા સાથે મતભેદ થાય. અથવા પિતાની તબિયત બગડતી જણાય. આરોગ્ય સારૂં રહે. નોકરી ધંધામાં સંતોષ.
વૃશ્ચિકઃ
નાનાભાઇ બહેનોની ચિંતા સતાવે. કાર્યમાં સફળતા મળતી જણાય. વિદેશ અંગેના કાર્યોમાં પક્ષ તરફથી લાભ મળતો જણાય. જ્ઞાનતંતુંઓ સંબંધિત રોગથી સાચવવું.
ધનઃ
આજે આરોગ્યમાં સુઘારો થતો જણાય. પરંતું થોડી માનસિક અશાંતિ રહે. મોડીટેશન કરવાથી ફાયદો જણાય. આવકનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળી રહે. નોકરી ધંધા માટે મિશ્ર દિવસ પસાર થાય.
મકરઃ
માનસિક શાંતિ, આનંદ- ઉત્સાહ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારના સ્ત્રી સભ્યોની ચિંતા રહે. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. ભાડાની આવક ઉભી કરી શકાય. સ્વાસ્થય સારૂં રહેતું જણાય.
કુંભઃ
આત્મ વિશ્વાસ જળવાય. આવકમાં વધારો થાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ મળતો જણાય. સંતાન ની પ્રગતિથી આનંદ થાય. આરોગ્ય સાચવવાની સલાહ છે, શરદી ખાંસી રહે. આઇસક્રીમ ઠંડા પીણાથી દૂર રહેવું ધાર્મિક યાત્રા થાય.
મીનઃ
નાનાભાઇ બહેનોના વ્યવહાર થી દુઃખ થાય. કાર્યમાં મળતી જણાય. સ્થાવર જંગમ મિલકતના વ્યવહારો માં ધ્યાન રાખવું. સંતાન સાથે પ્રેમ જળવાય. વિદ્યાર્થીમિત્રોને સફળતા મળે. હાડકાની સંભાળ રાખવી.