HomeNationalISROએ ફરી રચ્યો ઈતિહાસ, લોન્ચ કરી EOS-8 સેટેલાઈટ

ISROએ ફરી રચ્યો ઈતિહાસ, લોન્ચ કરી EOS-8 સેટેલાઈટ

Date:

Related stories

Video : પનામામાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, 9 દેશોમાં સુનામીનું એલર્ટ

પનામા: મધ્ય અમેરિકાના દેશ પનામામાં શક્તિશાળી ભૂકંપના આંચકાથી ગભરાટનો...

તબીબી ક્ષેત્રે સુરતનું ગૌરવઃ ડૉ. નૈનેશ પટેલે એક જ સર્જરીમાં 370 સોફ્ટ-ટિશ્યુ ટ્યુમર્સ દૂર કરી ‘વર્લ્ડ રેકોર્ડ’ સ્થાપ્યો

સુરતનાં મોરાભાગળ-રાંદેર વિસ્તાર સ્થિત લાઈફલાઈન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનાં નામે...
spot_img

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનએ આજે શુક્રવારે સવારે 9:17 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી SSLV-D3 રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ રોકેટની અંદર એક નવું અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-8 લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પેસેન્જર સેટેલાઇટ તરીકે એક નાનો ઉપગ્રહ SR-0 DEMOSAT પણ લોન્ચ કરવામાં આવ્યો છે. બંને ઉપગ્રહોને પૃથ્વીથી 475 કિલોમીટરની ઉંચાઈ પર ગોળાકાર ભ્રમણકક્ષામાં ગોઠવવામાં આવ્યા છે.

ISROનું SSLV-D3 રોકેટની સાથે દેશને એક નવું ઓપરેશનલ રોકેટ મળ્યું છે. આ સાથે EOS-8 અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટને અવકાશમાં મોકલવામાં આવ્યો છે, જે કુદરતી આફતોનું એલર્ટ આપશે. આ મિશનનું આયુષ્ય એક વર્ષનું છે. સફળ પ્રક્ષેપણ પછી, ઈસરોના વડા ડૉ. એસ. સોમનાથે કહ્યું હતું કે, અમારું લોન્ચિંગ યોગ્ય છે. સેટેલાઇટ યોગ્ય જગ્યાએ પહોંચી ગયો છે. હવે આપણે કહી શકીએ કે SSLV રોકેટની ત્રીજી નિદર્શન ઉડાન સફળ રહી છે. હવે અમે આ રોકેટની તકનીકી માહિતી ઉદ્યોગ સાથે શેર કરીશું. જેથી મહત્તમ માત્રામાં રોકેટ બનાવી શકાય અને નાના ઉપગ્રહોના લોન્ચિંગમાં વધારો થઈ શકે છે.

અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ એટલે કે EOS-8 પર્યાવરણીય દેખરેખ, આપત્તિ વ્યવસ્થાપન અને તકનીકી પ્રદર્શન માટે કામ કરશે. 175.5 કિગ્રા વજન ધરાવતા આ ઉપગ્રહમાં ત્રણ અત્યાધુનિક પેલોડ છે – ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ પેલોડ (EOIR), ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ રિફ્લેકમેટ્રી પેલોડ (GNSS-R) અને SiC UV ડોસીમીટર. આમાં, EOIR દિવસ અને રાત્રિ દરમિયાન મધ્ય અને લાંબા તરંગ ઇન્ફ્રારેડ ફોટોગ્રાફ્સ લેશે.

આ મિશનનું આયુષ્ય એક વર્ષનું છે. SSLV-D3ના આ પ્રક્ષેપણ પછી, SSLV ને સંપૂર્ણ રીતે કાર્યરત રોકેટનો દરજ્જો મળશે. આ પહેલા પણ આ રોકેટની બે ઉડાન થઈ ચૂકી છે. SSLV-D1ની પ્રથમ ઉડાન 7 ઓગસ્ટ 2022 ના રોજ થઈ હતી. આગામી ફ્લાઇટ એટલે કે SSLV-D2 10 ફેબ્રુઆરી 2023ના રોજ કરવામાં આવી હતી. તેમાં ત્રણ સેટેલાઇટ મોકલવામાં આવ્યા હતા. EOS-07, Janus-1 અને AzaadiSAT-2.

Subscribe

Latest stories