HomeNationalજમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત યોજાશે ચૂંટણી, આજે તારીખો...

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત યોજાશે ચૂંટણી, આજે તારીખો પણ થશે જાહેર

Date:

Related stories

ડુંગળીના ભાવે લગાવી ‘આગ’! સુરતમાં ભાવ વધવાના આ છે મોટા કારણો

રસોડામાં રોજ વપરાતી ડુંગળી હવે સામાન્ય પરિવારના બજેટને સીધી...

3400 કિસથી સજાવી કાર, પ્રેમનો આ અંદાજ પડ્યો ભારે; પોલીસે ફટકાર્યો આટલા રુપિયાનો દંડ

ગર્લફ્રેન્ડનો પ્રેમ બતાવવા કાર પર કરાવવામાં આવ્યા 3,400 કિસના...

ભારતીય ચૂંટણીપંચ આજે બપોરે 3 વાગ્યે એક મહત્ત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે જેમાં જમ્મુ-કાશ્મીરની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ આજે જાહેરાત કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં 370 હટાવ્યા બાદ પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાશે. તાજેતરમાં જ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જમ્મુ-કાશ્મીર અને હરિયાણાના અધિકારીઓ સાથે આ અંગે બેઠક પણ કરી હતી.

હરિયાણાની વાત કરવામાં આવે તો અહીં કુલ 90 વિધાનસભા સીટો છે. હાલ ત્રણ બેઠકો ખાલી છે. ભાજપના 41 ધારાસભ્યો છે. કોંગ્રેસના 29 ધારાસભ્યો છે, જેજેપી પાસે 10 અને INLD અને HLP પાસે એક-એક ધારાસભ્ય છે. ગૃહમાં પાંચ અપક્ષ ધારાસભ્યો છે.

2019માં આર્ટીકલ 370 નાબૂદ થયા બાદ જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું હતું. ત્યારથી ત્યાંના રાજકીય પક્ષો સતત રાજ્યનો દરજ્જો પરત કરવાની માંગ કરી રહ્યા હતા. સરકાર દ્વારા વારંવાર એવું કહેવામાં આવી રહ્યું હતું કે, પહેલા ચૂંટણી થશે અને પછી જ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત થશે.

ચૂંટણી પંચના સૂત્રો મુજબ, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ત્રણથી ચાર તબક્કામાં મતદાન થઈ શકે છે. સપ્ટેમ્બરમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ મહિનાના અંત સુધીમાં ચૂંટણીના પરિણામો જાહેર થઈ શકે છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી કરાવવાના માર્ગમાં સૌથી મોટો પડકાર સુરક્ષા વ્યવસ્થા છે. તાજેતરના દિવસોમાં આતંકવાદી ઘટનાઓમાં અચાનક થયેલા વધારાથી વહીવટીતંત્રની ચિંતા વધી ગઈ છે. તેની અસર ચૂંટણી કાર્યક્રમ પર પણ જોવા મળી શકે છે.

સીમાંકનનું કામ પૂર્ણ ન થવાને કારણે જમ્મુ-કાશ્મીરમાં લાંબા સમયથી વિધાનસભાની ચૂંટણી થઈ શકી નથી. મે 2022ના સીમાંકન પછી, જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની સીટોની સંખ્યા હવે વધીને 90 થઈ ગઈ છે. આ રીતે જમ્મુની 43 અને કાશ્મીરની 47 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. 2014માં, 87 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં જમ્મુની 37 બેઠકો અને કાશ્મીર ખીણની 46 બેઠકો ઉપરાંત લદ્દાખની 6 બેઠકો હતી.

Subscribe

Latest stories