સુરતમાં પર્વત પાટિયા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વરસાદના કારણે રોડ પર પડેલા ખાડાને લઈ યુથ કોંગ્રેસ વિરોધ કરી રહ્યુ છે. શહેરમાં ઠેર ઠેર ખાડા અને રોડનું ધોવાણ થતા હાલાકી પડી રહી છે. રોડ પર પડેલા ખાડા માં BJP ના ધ્વજ લગાવી વિરોધ કરાયો.

સુરતમાં છેલ્લા ઘણા સમયથી ભારે વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓ ચંદ્રની ભૂમિ સમાન બની ગયા હોય તેમ ખાડાઓ પડી ગયા છે. ત્યારે આ ખાડાઓમાં ભાજપના ઝંડાઓ રોપીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે યુથ કોંગ્રેસ દ્વારા રસ્તા પર ઉતરીને વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી પોલીસે વિરોધ કરી રહેલા કોંગી કાર્યકરોને અટકાયત કરી હતી.
કોંગી કાર્યકર્તા નિલેશ ડોંડાએ કહ્યું કે, પર્વત પાટિયા વિસ્તારમાં અમે આજે વિરોધ પ્રદર્શન કરવા ઉતર્યા હતા. છેલ્લા ત્રણ દાયકા જેટલા સમયથી ભાજપ પાલિકાના શાસનમાં હોવા છતાં પણ લોકોની સુખાકારી માટે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. જેથી અમે આજે ભાજપના ઝંડાને જ તેના કહેવાતા વિકાસના ખાડઓમા લગાવીને વિરોધ કર્યો હતો. જોકે ભાજપ અમારાથી ડરતી હોય તે રીતે પોલીસને આગળ કરીને અટકાયતી પગલાં લીધા છે.
આ પણ વાંચો :-