સુરતના કીમ-ઓલપાડ હાઇવે પર મુળદ પાટિયા નજીક સ્કૂલવાન પલટી જવાની ઘટના બની છે. પૂરપાટ ઝડપે જઇ રહેલી સ્કૂલવાન અચાનક પલટી ગઇ હતી. સામેથી અન્ય સ્કૂલવાન બસ આવતા કાબૂ ગુમાવ્યો હતો. સ્કૂલવાનમાં સવાર વિદ્યાર્થીઓ પૈકી ૬ બાળકોને ઇજા થઇ છે. સ્કૂલવાનમાં કુલ ૯ જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. સ્કૂલવાન પલટી જવાની ઘટના CCTVમાં કેદ થઇ છે. કીમ પોલીસે CCTV આધારે તપાસ હાથ ધરી છે.

વેકેશન ખુલતાં જ આરટીઓ દ્વારા સ્કૂલ વાનના નિયમો કડક કરીને થોડા દિવસો ચેકીંગ કરાયું હતું. જો કે, હવે બધુ જૈસે થે પ્રમાણે ચાલતું હોય તેમ રાજયમાં એક પછી એક સ્કૂલ વાન પલટી જવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે સુરતના કીમ-ઓલપાડ રાજ્યધોરી માર્ગ પર એક સ્કૂલ વાન પલટી મારી ગઈ હતી. મૂળદ પાટિયા નજીક વહેલી સવારે શાળાએ જતા સમયે ઇકો કાર પલટી મારી ગઈ હતી. સામેથી આવતી હતી. ત્યારે સ્કૂલ બસ આવતા વાન ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી ઈકો કારમાં સવાર ૦ વિદ્યાર્થીઓ પૈકી ૬ વિદ્યાર્થીઓને ઇજા થઈ હતી. જેથી વિદ્યાર્થીઓની ચીસોથી રોડ ગુંજી ઉઠ્યો હતો. હીચકારો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો હતો. હાલ તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
ઇકો સ્કૂલ વાનમાં ૯ જેટલા બાળકો સવાર હતા અને ૬ બાળકોને ઈજા થઈ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. આ મામલે કીમ પોલીસે તપાસ હાથ ધરી છે. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવીમાં જોઇ શકાય છેકે, એક બસ સર્કલ પર રોડ ક્રોસ કરી રહી છે ત્યારે એક સ્કૂલ વાન ઇકો કાર પૂરપાટ ઝડપે આવે છે. કાર વળાંક વળતી બસ સાથે થોડી ટકરાય છે અને રોડની સાઈડમાં પલટી મારી જાય છે. અકસ્માત સમયે ત્યાંથી પસાર થઈ રહેલા રાડારીઓ તુરંત ઈકો કાર પાસે આવે છે અને કારમાં સવાર બાળકોને બહાર કાઢે છે.
આ પણ વાંચો :-