Thursday, Nov 6, 2025

સુરત એરપોર્ટ બહાર સોનું સ્મગલિંગ કરતી ગેંગ પકડાઇ

2 Min Read

સુરત એરપોર્ટ બહાર સોનું સ્મગલિંગ કરતી ગેંગ પકડાઇ છે. SOGએ એક મહિલા સહિત ૪ લોકોને ઝડપી પાડ્યા છે. બેગની અંદર પેસ્ટ બનાવીને સોનું લાવતા હતા. દુબઇથી ફલાઇટમાં સુરત સોનું સપ્લાય કરતા હતા. SOG દ્વારા ૬૦ લાખથી વધુનું ૯૦૦ ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

સુરત એરપોર્ટ જ્યારથી ઈન્ટરનેશનલ બન્યું છે. ત્યારથી જાણે સ્મલરો માટે આસાન રસ્તો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. હીરા અને સોનાની થતી દાણચોરીના અવનવા કિમીયા સ્મલરો દ્વારા લગાવવામાં આવતાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે દુબઈથી સોનાની પેસ્ટ બનાવીને થતી દાણચોરીનો વધુ કેસ ઝડપાયો છે. જેમાં સ્મલરો દ્વારા ગોલ્ડની પેસ્ટ આ વખતે ગુદામાર્ગમાં નહીં પરંતુ સૂટકેસના નીચેના ભાગે લેયર બનાવી દેવામાં આવ્યું હતું. જેથી કોઈનું ધ્યાન ન જાય.

SOG દ્વારા એરપોર્ટની બહારથી જ ગોલ્ડ સ્મલીંગ કરતીં ગેંગને ઝડપી લેવામાં આવી હતી. તેની પાસેથી એક કાળા કલરની સૂટકેસ જપ્ત કરવામાં આવી હતી. આ સૂટકેસના એક એક લેયરને તિક્ષ્ણ હથિયારથી કાપવામાં આવ્યાં હતાં. જેમાંથી ગોલ્ડ પેસ્ટનો ૯૦૦ ગ્રામ જેટલો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. સાથે જ ચાર જેટલા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં હતાં. આ આરોપીઓ પાસેથી ૬૦ લાખનું સોનું જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવીછે.

આ પણ વાંચો :-

TAGGED:
Share This Article