Thursday, Mar 5, 2026

મણિપુરમાં મુખ્યમંત્રીના સુરક્ષાર્મીઓ પર હુમલો! એક જવાન ઘાયલ

2 Min Read

મણિપુરમાં શંકાસ્પદ આતંકવાદીઓએ રાજ્યના મુખ્યમંત્રી એન. બિરેન સિંહના સુરક્ષા કાફલા પર ઓચિંતો હુમલો કરીને હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં એક વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર છે. સમાચાર એજન્સી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મુખ્યમંત્રીનો કાફલો હિંસાગ્રસ્ત જીરીબામ જિલ્લા તરફ જઈ રહ્યો હતો.

પીટીઆઈના અહેવાલ મુજબ, મુખ્યમંત્રીના કાફલા પર હુમલાની આ ઘટના નેશનલ હાઈવે-૫૩ પર બની હતી. અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા દળો પર ઘણી વખત ગોળીબાર થયો હતો, ત્યારબાદ તેમની તરફથી પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે નેશનલ હાઈવે ૫૩ પર કોટલાને ગામ પાસે હજુ પણ ગોળીબારનો અવાજ સંભળાતો હતો.

મણીપુરના જીરીબામમાં શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા ૫૯ વર્ષીય વ્યક્તિની હત્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે સોઇબામ સરતકુમારસિંહ નામનો વ્યક્તિ ૬ જૂને પોતાના ખેતરમાં ગયા બાદ ગુમ થઈ ગયો હતો. તેણે કહ્યું કે બાદમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના પર કોઈ તીક્ષ્ણ વસ્તુથી થયેલા ઘાના નિશાન હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, નેશનલ હાઈવે-૫૩ નજીક કોટલાને ગામ પાસે હજુ પણ ગોળીબાર ચાલુ છે. હુમલા દરમિયાન ઓછામાં ઓછો એક સૈનિક ગોળીથી ઘાયલ થયો હતો. એક અધિકારીએ કહ્યું કે, “મુખ્યમંત્રી બિરેન સિંહ હજુ સુધી દિલ્હીથી ઈમ્ફાલ પહોંચ્યા નથી. જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવવા તે જીરીબામ જવાની યોજના બનાવી રહ્યા હતા. શંકાસ્પદ ઉગ્રવાદીઓએ શનિવારે જીરીબામમાં બે પોલીસ ચોકીઓ, વન વિભાગની ઓફિસ અને ઓછામાં ઓછા ૭૦ ઘરોને આગ ચાંપી દીધી હતી.

આ પણ વાંચો :-

Share This Article