એર ઈન્ડિયાનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ ઘટના પૂણે એરપોર્ટ પર બની હતી. વિમાનમાં લગભગ ૧૮૦ મુસાફરો સવાર હતા જેમના જીવ બચી જતાં એરપોર્ટના અધિકારીઓ, પાઈલટ તથા ક્રૂ મેમ્બર્સે રાહતના શ્વાસ લીધા હતા.
એરપોર્ટના એક અધિકારીએ ANIને જણાવ્યું હતું કે, ‘લગભગ ૧૮૦ મુસાફરોને લઈને જતા વિમાનને તેના લેન્ડિંગ ગિયરની નજીકના ટાયરને નુકસાન થયું હતું. ટક્કર થયા પછી, પ્લેનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત હોવાનું કહેવાય છે.
તેમજ બુધવારે જ દિલ્હી એરપોર્ટ પર એર ઈન્ડિયાના પ્લેનમાં રાખવામાં આવેલા ટીશ્યુ પેપર પર ‘બોમ્બ’ લખેલું જોવા મળ્યું હતું, જેના પછી એરપોર્ટ પર ડડકપ મચી જવા પામ્યો હતો અને સુરક્ષા અધિકારીઓએ આખા પ્લેન ની તપાસ કરી હતી, પરંતુ કંઈ મળ્યું ન હતું. બાદમાં આ માત્ર અફવા સાબિત થઈ હતી.
આ પણ વાંચો :-