Saturday, Sep 13, 2025

આજે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ પહેલીવાર ૭૫,૦૦૦ને પાર, નિફ્ટીએ પણ બનાવ્યો રેકોર્ડ

2 Min Read

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે અને પહેલા જ દિવસે શેરબજારે તેનું સ્વાગત કરીને નવો રેકોર્ડ સર્જ્યો છે. આજે શાનદાર વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારમાં મજબૂતી સાથે ટ્રેડિંગ શરૂ થયું હતું. મંગળવારે શેરબજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સે જોરદાર કૂદકો માર્યો અને પ્રથમ વખત ૭૫,૦૦૦ના આંકને પાર કરી લીધો. સેન્સેક્સની સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ પણ રોકેટની ઝડપે ભાગ્યું અને ૨૧,૭૦૦ની નવી ટોચે પહોંચી ગયું.

BSI સેન્સેક્સે સવારે ૯.૧૫ વાગ્યે પ્રથમ વખત ૭૫૦૦૦નો આંકડો પાર કર્યો અને ૭૫,૧૨૪.૨૮ પર ખુલીને તેના સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે BSE સેન્સેક્સ ૭૪.૭૪૫.૫૦ ના સ્તર પર બંધ થયો હતો. NSE નિફ્ટી પણ ખુલતાંની સાથે જ નવી ટોચે પહોંચ્યો હતો. નિફ્ટીએ આજે ૨૨,૭૬૫.૧૦ના રેકોર્ડ સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. NSEનો આ ઇન્ડેક્સ પાછલા ટ્રેડિંગ દિવસે ૨૨,૬૬૬.૩૦ના સ્તર પર બંધ થયો હતો.

શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત સાથે, જ્યારે ૧,૬૬૨ શેર્સમાં વધારો જોવા મળ્યો હતો, ત્યાં ૫૮૪ શેર્સ એવા હતા જે ઘટાડા સાથે શરૂ થયા હતા અને રેડ નિશાનમાં ખુલ્યા હતા. ૯૭ શેરની સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. જો આપણે સેન્સેક્સ વિશે વાત કરીએ તો ૧૫ મિનિટના ટ્રેડિંગ પછી, આ ઇન્ડેક્સ તેના ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયો હતો અને ૨૮૧.૮૫ પોઇન્ટ અથવા ૦.૩૮ ટકાના વધારા સાથે ૭૫,૦૨૪.૩૫ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો.

 

Share This Article