Friday, Oct 24, 2025

જ્ઞાનવાપી પરિસરમાં બંધ નહીં થાય પૂજાપાઠ, હાઈ કોર્ટે મુસ્લિમ પક્ષને રાહત આપી નહીં

3 Min Read

જ્ઞાનવાપી પરિસરના ભોંયરામાં હિન્દુઓને પૂજા-પાઠ કરવાના વારાણસી કોર્ટના ચુકાદાને જ્ઞાનવાપી મસ્જિદનું સંચાલન કરતી અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીએ હાઇ કોર્ટમાં પડકાર્યો હતો. વિવાદિત ઢાંચા જ્ઞાનવાપી પરિસરમાં આવેલા ભોંયરા ‘વ્યાસજી કા તહેખાના’માં વારાણસી કોર્ટના આદેશથી પૂજાપાઠ શરૂ થયા બાદ મસ્જિદનું સંચાલન કરતી અંજુમન એ ઇંતેજામિયા મસ્જિદ સમિતિ અલાહાબાદ હાઈકોર્ટ પહોંચી હતી અને તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે ઈનકાર કરી દીધો છે. જેથી હાલ પૂજાપાઠ ઉપર કોઇ પણ પ્રકારની રોક લાગશે નહીં. હાઈકોર્ટે સ્થાનિક તંત્રને સ્થળની સુરક્ષા કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે આદેશ આપ્યા છે.

કોર્ટે મસ્જિદ સમિતિને પોતાની અપીલમાં સંશોધન કરવા માટે કહ્યું છે અને આ મામલે હવે આગામી સુનાવણી આગામી ૬ ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. દરમ્યાન, પૂજાપાઠ ચાલુ રહેશે. કોર્ટે તંત્રને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે અને કોઇ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે જણાવ્યું છે.

મુસ્લિમ પક્ષના વકીલે કોર્ટને જણાવ્યું કે હિંદુ પક્ષની અરજીને ૧૭ જાન્યુઆરીએ રિસીવર (વારાણસી ડીએમ)ની નિમણૂક કરીને મંજૂરી આપવામાં આવી હતી અને ૩૧ જાન્યુઆરીએ પૂજાની મંજૂરી આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષને પૂછ્યું કે જ્ઞાનવાપી પરિસરમાં ૪ ભોંયરાઓ છે, પરંતુ હિન્દુ પક્ષ કયા ભોંયરામાં પ્રાર્થના કરવા માંગે છે તે અંગે કોઈ દાવો નથી. તેના પર મુસ્લિમ પક્ષે કોર્ટને કહ્યું કે હિન્દુ પક્ષ ચાર ભોંયરાઓમાંથી એક વ્યાસ ભોંયરાની માંગ કરી રહી છે. હાઇ કોર્ટે મુસ્લિમ પક્ષને પૂછ્યું કે તમે ડીએમને રીસીવર તરીકે નિયુક્ત કરવાના ૧૭ જાન્યુઆરીના આદેશને પડકાર્યો નથી. ૩૧ જાન્યુઆરીનો આદેશ પરિણામલક્ષી આદેશ છે, જ્યાં સુધી તે આદેશને પડકારવામાં ન આવે તો આ અપીલ કેવી રીતે જાળવી શકાય? આ પછી કોર્ટે મુસ્લિમ પક્ષને તેની અપીલમાં સુધારો કરવા કહ્યું.

બીજી તરફ, હિંદુ પક્ષ તરફે એડવોકેટ વિષ્ણુશંકર જૈને દલીલ કરી હતી કે આ અપીલ સાંભળવાયોગ્ય જ નથી અને ૩૧ જાન્યુઆરીનો આદેશ ૧૭ જાન્યુઆરીના આદેશ પર જ આધારિત હતો. મસ્જિદ સમિતિએ આજ સુધી ૧૭ જાન્યુઆરીના આદેશને પડકાર્યો નથી. તેમણે કોર્ટને એમ પણ જણાવ્યું કે, વ્યાસ પરિવાર પાસે ભોંયરાની ચાવી પણ હતી અને ASIના રિપોર્ટમાં સામે આવ્યું કે ભોંયરામાં કોઇ દરવાજો નથી અને તેનો કબજો લઇ લેવાયો હતો, જેના આધારે કોર્ટે DMને નિયંત્રણ સોંપ્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article