Friday, Oct 24, 2025

જૂનાગઢ તોડકાંડ મામલે ફરાર CPI તરલ ભટ્ટની ATSએ ધરપકડ કરી

1 Min Read

જૂનાગઢનો બહુચર્ચિત તોડકાંડનો ફરાર આરોપી અને ગુજરાત પોલીસ ઉપર કાળી ટીલી લગાવનાર તરલ ભટ્ટ આખરે ઝડપાઈ ગયો છે. ATSએ સસ્પેન્ડેડ PIની ધરપકડ કરી છે. ગઈકાલે અમદાવાદમાં એક રહેણાંકમાં રેડ કરવામાં આવી હતી. નાસતા ફરતા આરોપી તરલ ભટ્ટને પોલીસે ટ્રેક કર્યો હતો અને ATSએ તેની ધરપકડ કરી હતી.

આ મામલે ATS દ્વારા હજુ પણ બે આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. અમદાવાદના રિંગ રોડ પરથી તરલ ભટ્ટને સકંજામાં લેવામાં આવ્યો હતો. જુનાગઢના ચકચારી તોડકાંડ મામલે તપાસ એંજસીઓ હાઇ એલર્ટ મોડ પર એક્ટિવ જણાઈ રહી છે. ATS જુદી જુદી ટીમો બનાવીને આ મામલે હજુ પણ બે આરોપીઓની શોધખોળ કરી રહી છે.

અમદાવાદના માધુપુરામાં ૨૫૦૦ કરોડના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો હતો. સટ્ટાબાજી માટે ૧૦૦૦થી વધુ બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલાની તપાસમાં તરલ ભટ્ટે બેંક ખાતાની તમામ માહિતી મેળવી લીધી હોવાનું સામે આવ્યું છે. પીસીબી દ્વારા SMCને માત્ર ૫૩૫ બેંક ખાતાઓની વિગતો આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ જૂનાગઢ ટ્રાન્સફર થયા બાદ તરલ ભટ્ટે ૧૦૦૦ સટ્ટાબાજીના બેંક ખાતાની માહિતી પેન ડ્રાઈવમાં રાખી હતી.

આ પણ વાંચો :-

Share This Article