અયોધ્યા ખાતે ભગવાન રામ લલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ૨૨ જાન્યુઆરીના દિવસે થઈ રહ્યું છે. ત્યારે દરેક ક્ષેત્રના લોકો પોતાની રીતે આ અવસરને યાદગાર બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. વિવિધ હિન્દુ સંગઠનો, સામાજિક સંસ્થાઓ અને સામાજિક અગ્રણીઓ ૨૨ જાન્યુઆરી પહેલા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરીને પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. જે અંતર્ગત ગરભા, શાસ્ત્રીય નિત્ય, નિત્ય નાટક, ડાયરો, જનજાતિય નિત્ય મહા આરતી, રામરથયાત્રાનું આયોજન કરવામાં આવ્યા. ત્યારે આ પ્રસંગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રાગણમાં ભવ્ય રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
યુનિવર્સિટી ખાતે રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અયોધ્યા નગરીમાં પ્રવેશતા હોય તે પ્રકારનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. અંદાજે ૫૬ ઇંચ જેટલું ભવ્ય ભગવાન શ્રીરામનું કટઆઉટ લગાડવામાં આવ્યું છે. સાથે સાથે ભગવાન રામલલ્લાની જે મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે તે મંદિરનો આકાર પણ ઉભો કરવામાં આવ્યો છે. ભગવાન શ્રીરામના જીવન ચરિત્રની પ્રદર્શની લગાડવામાં આવી છે. ભગવાનની જીવન યાત્રા દરમિયાન આવેલા પ્રસંગોને પણ પ્રદર્શનના ભાગરૂપે મૂકવામાં આવ્યા છે જેથી કરીને યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા અનેક લોકો તેને નિહાળી શકશે.
આ કાર્યક્રમ રોજ સાંજે ૭ થી ૧૦.૩૦ સુધી ચાલશે. જે અનુસંધાને કુલપતિ નિવાસ સ્થાને એક પત્રકાર પરિસદનું આયોજન કરવામાં આવ્યા. જેમાં કુલપતિ શ્રી કે એન ચાવડા અને કુલસચિવ શ્રી આર સી ગઢવી સિન્ડિકેટ મેમ્બર સાથે વગેરેની હાજરી માં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પણ પણ હજાર હતા.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોર ચાવડાએ જણાવ્યું કે ૧૬ જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રામોત્સવ દરમિયાન યુનિવર્સિટી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ અને જે યુવાનો છે તેમની સામે દસ હજાર વર્ષ જૂની આપણી જે સંસ્કૃતિ છે તેને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રામોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રોજ સાંજે ૭:૦૦ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં ગુજરાતના જાણીતા લોકગાયક ગીતા રબારી સહિતના અનેક કલાકારો ભાગ લેશે.
આ પણ વાંચો :-