સુરત શહેરમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સવારના સમયે શાળાએ જઈ રહેલા ધોરણ ૧૧ના વિદ્યાર્થીન સિટી બસચાલકે અડફેટે લીધો હતો જેમાં ગંભીર ઈજાઓ થતા વિદ્યાર્થીનું મોત નીખ્યું છે. દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
ઉધના બમરોલી રોડ પર પાલિકા સંચાલિત બ્લ્યુ સીટી બસની અડફેટે બનેલી અકસ્માતની ઘટનામાં મોતને ભેટેલા વિધાર્થીના મોત બાદ પાલિકાના પરિવહન વિભાગના ચેરમેન સોમનાથ મરાઠેએ સ્થળ મુલાકાત લઈ ઘટના અંગે નિરીક્ષણ કર્યું હતું.સાથે જ ઘટનામાં બસ ડેપો મેનેજર અને ચાલક કસૂરવાર જ જણાશે તો પોલીસ ફરિયાદ કરવા સુધીની તૈયારી બતાવી હતી.જ્યાં આસપાસ લાગેલ સીસીટીવી ફૂટેજ ની તપાસ કરવા વિજિલન્સ ની ટીમને સૂચના આપી હતી.ઘટના અંગે ચેરમેન દુઃખ વ્યક્ત કરી પરિવારને પ્રત્યે સંવેદના દર્શાવી છે.
સબંધી સુનીલભાઈ મોરાવાલાએ જણાવ્યું હતું કે, “આ ઘટના આશાપુરી સોસાયટી નજીક વેલકમ પાન પાસે બની હતી. મારા મિત્રનો દીકરો સવારના સમયે શાળાએ જઈ રહ્યો હતો તે દરમ્યાન સિટી બસ ચાલકે તેને અડફેટે લીધો હતો. જેમાં દીકરાનું મોત થયું છે. દીકરાના મૃતદેહને હાલ સિવિલ હોસ્પિટલ લઈને પહોચ્યા છીએ. બસ ડ્રાઈવર નશામાં હતો, તે આગળ ભાગી ગયો હતો પરંતુ આગળ રાહદારીઓએ તેને પકડી લીધો હતો.
આ પણ વાંચો :-