ભારતીય કિસાન મંચ અને ભારતીય ગૌ સેવા પરિષદના પ્રમુખ દેવેન્દ્ર તિવારીને અયોધ્યાના શ્રી રામ મંદિર, સીએમ યોગી આદિત્યનાથ અને એસટીએફ ચીફ અમિતાભ યશને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ઈમેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈનો એજન્ટ છે. આ પછી પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ એક્શનમાં આવી. આ કેસમાં STFએ બે આરોપીઓની ધરપકડ કરી છે.
૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના શુભ દિવસે પ્રભુ શ્રીરામની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે. દેશભરના લોકો તે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વડાપ્રધાને પણ ૨૨ જાન્યુઆરીને દિવાળી તરીકે ઉજવવાની અપીલ કરી છે. તમામ લોકો રામ મંદિર અભિષેકની તૈયારીમાં લાગ્યા છે. આ વચ્ચે એક ઇમેઇલના માધ્યમથી શ્રીરામ મંદિર, CM યોગી આદિત્યનાથ અને STFના ચીફને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી આપનાર શખ્સ પોતાને જુબેર ખાન તરીકે ઓળખાવે છે અને ISI સાથે જોડાયેલો કહે છે. આ ઉપરાંત તે રામ મંદિરના જશ્નની તૈયારીને માતમમાં બદલવાની વાત કરે છે. આ મામલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.
ભારતીય કિસાન મંચ અને ભારતીય ગૌ સેવા પરિષદના અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીએ પોતે આ ષડયંત્ર રચ્યું હતું. દેવેન્દ્ર તિવારીએ સુરક્ષા મેળવવા અને મોટો નેતા બનવા માટે પોતાના જ કર્મચારીઓ પાસેથી ધમકીભર્યા ઈમેલ મોકલ્યા હતા. આ કેસમાં STFએ બે આરોપી તહર સિંહ અને ઓમ પ્રકાશ મિશ્રાની ધરપકડ કરી છે. તેમજ મુખ્ય સૂત્રધાર દેવેન્દ્ર તિવારીની શોધખોળ ચાલુ છે.
આ પણ વાંચો :-