Thursday, Oct 30, 2025

૩૦ વર્ષથી ફરાર ૩૧ કેસનો વાંટેડ આરોપીને સુરત પોલીસે પકડ્યો

2 Min Read

સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર ઓપરેશન ફરાર અંતર્ગત અભિયાન ચલાવી રહ્યા છે. આ ઝુંબેશ અંતર્ગત સુરત પોલીસની અલગ-અલગ ટીમો છેલ્લા ઘણા સમયથી પોલીસ ડાયરીમાં ફરાર થઈ ગયેલા ગુનેગારોને પકડવા સતત કામ કરી રહી છે. આ શ્રેણીમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને એક સફળતા મળી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે છેલ્લા ૩૦ વર્ષથી નાસતા ફરતા ગુનેગારની ધરપકડ કરી છે. આ ગુનેગારની ધરપકડ પરથી એવું કહી શકાય કે તે યુવાનીમાં ફરાર થઈ ગયો હતો અને હવે વૃદ્ધાવસ્થામાં તેને પોલીસે પકડી લીધો છે.

મોહન સિંહ ડાબર મધ્યપ્રદેશના બરવાની જિલ્લાના પાનસેમલ તાલુકાના અસવાડા ગામમાં રહેતો હતો. છેલ્લા ૩૦ વર્ષથી તે ફરાર હતો. આરોપી મોહનસિંહ ઉર્ફે મોહન ભૈયા ડાબર સામે ૧૯૯૩માં વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં એક પિસ્તોલ અને ચાર જીવતા કારતુસ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ગત ફરાર હતો. તેમજ રાજકોટ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ૨૦૧૮ માં અન્ય આરોપીઓને ચાર પિસ્તોલ અને ૫૦ જીવતા કારતુસ સપ્લાય કરવા બદલ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે તે સમયે અનેક આરોપીઓની ધરપકડ કરી હતી. આ બંને કેસમાં મોહનસિંહ ઉર્ફે મોહનસિંહ ભૈયા ડાબર પોલીસની ધરપકડથી બચવા માટે વર્ષોથી ફરાર હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચ ના જણાવ્યા અનુસાર ક્રાઈમ બ્રાન્ચની ટીમને ICGS પોર્ટલ ઉપર થી માહિતી મળી હતી કે આર્મ્સના ગુનામાં સહાદા કોર્ટ મુદતે આરોપી મોહન સિંહ ઉર્ફે મોહનભૈયો આવી રહ્યો છે. જે માહિતીના આધારે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શહાદા કોર્ટ નજીક સુરત ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે વેશપલ્ટો કરી કોર્ટ મુદ્દતે આવી ચઢેલા આરોપીને દબોચી પાડ્યો હતો. જેમાં પાંચ ઇનામી આરોપીઓનો સમાવેશ થાય છે.. હાલ તો આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી સુરત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.

આ પણ વાંચો :-

Share This Article