અભિનેતા-રાજકારણી અને DMDK પ્રમુખ કેપ્ટન વિજયકાંતનું નિધન થયું છે. પાર્ટીના જણાવ્યા અનુસાર, તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. મંગળવારે, ડીએમડીકેએ કહ્યું હતું કે, તેમને રેગ્યુલર મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાર્ટીએ કહ્યું હતું કે, વિજયકાંત તંદુરસ્ત છે અને ચેકઅપ બાદ ઘરે પરત ફરશે. જોકે, બાદમાં પાર્ટીએ કહ્યું હતું કે તેમનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાથી વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.
દક્ષિણના સુપરસ્ટાર અને દેસિયા મુરપોક્કુ દ્રવિડ કઝગમ (DMDK)ના નેતા વિજયકાંત ચેન્નઈની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. ગઈકાલે તેમની પાર્ટીએ કહ્યું કે તેમને નિયમિત સ્વાસ્થ્ય તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તે સ્વસ્થ છે. આજે તેમનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાથી તેમને ચેન્નઈની ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.