Saturday, Nov 1, 2025

ઉત્તરાખંડના રૂરકીમાં ઈંટના ભઠ્ઠામાં મોટી દુર્ઘટના, છ શ્રમિકોના મૃત્યુ

2 Min Read

ઉત્તરાખંડના રૂડકીમાં મંગળવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. મેંગ્લોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લહાબોલી ગામમાં ઈંટના ભઠ્ઠાની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ. આ દરમિયાન અડધા ડઝનથી વધુ શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. કાટમાળમાંથી અત્યાર સુધીમાં છ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ત્રણની હાલત નાજુક છે.

જ્યારે આ અકસ્માત થયો ત્યારે કામદારો ઈંટો પકવવા માટે ભઠ્ઠામાં ઈંટો ભરી રહ્યા હતા. તે જ સમયે ભઠ્ઠાની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી અને કોઇ કંઇ સમજે તે પહેલા દિવાલ પાસે ઉભેલા કામદારો કાટમાળ નીચે દટાઇ ગયા હતા. હાલમાં JCB વડે કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મેડિકલ વિભાગની ટીમ પણ સ્થળ પર હાજર છે.

હાલ જેસીબી વડે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. એસપી દેહાત સહિત પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મંગલૌર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રદીપ બિષ્ટે જણાવ્યું કે અત્યાર સુધીમાં પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ત્રણ શ્રમિકોની હાલત નાજુક હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમાંથી ત્રણ શ્રમિકો લહાબોલી ગામના હતા, એક શ્રમિક મુઝફ્ફરનગરના અને અન્ય સ્થાનિક ગામના હતા.

આ પણ વાંચો :-

Share This Article