Sunday, Sep 14, 2025

કોરોનાનું સતત વધતું સંક્રમણ! દેશમાં નવા વેરિયન્ટ JN.૧ના ૬૩ નવા કેસ નોંધાયા

2 Min Read

દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.૧ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ૨૪ ડિસેમ્બર સુધીમાં દેશમાં JN.૧ કોવિડ વેરિયન્ટના ૬૩ કેસ નોંધાઈ ચૂક્યા છે. તેમાં સૌથી વધુ કેસ પ્રખ્યાત પર્યટન સ્થળ ગોવામાં નોંધાયા છે. ગોવામાં આ વેરિયન્ટના ૩૪ દર્દીઓ મળી આવ્યા છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૯, કર્ણાટકમાં ૮, કેરળમાં ૬, તમિલનાડુમાં ૪ અને તેલંગાણામાં ૨ કેસ નોંધાયા છે.

કોરોનાનો આ નવો સબ-વેરિયન્ટ JN.૧ ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશભરમાં કોરોનાના નવા કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશમાં હાલમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૪ હજારને પાર પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે રવિવારે કોરોનાના ૬૫૬ નવા કેસ નોંધાયા હતા. ત્યારબાદ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૪૦૫૪ થઈ ગઈ છે.

ઉપરાંત આ બેઠકમાં તમામ રાજ્યોને દર ૩ મહિનામાં એકવાર તમામ હોસ્પિટલોમાં મોક ડ્રીલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમણે કેન્દ્ર તરફથી રાજ્યોને સંપૂર્ણ મદદની પણ ખાતરી આપી હતી. આ બેઠકમાં આસામ, અરુણાચલ, દિલ્હી, હરિયાણા, હિમાચલ, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, ઓડિશા, ગોવા, પુડુચેરી, તેલંગાણા, કર્ણાટક, મણિપુર, કેરળ સહિત અન્ય રાજ્યોના આરોગ્યમંત્રીએ ભાગ લીધો હતો. આ સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય આરોગ્યમંત્રીએ કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે સમગ્ર સરકાર વિઝન સાથે એકબીજા સાથે કામ કરે. આપણે સાવચેત રહેવાની જરૂર છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. હોસ્પિટલની સજ્જતા, દેખરેખમાં વધારો અને લોકો સાથે અસરકારક સંચારની મોક ડ્રીલ સાથે તૈયાર રહેવું મહત્વપૂર્ણ છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોરોના વિરોધી રસીકરણ અભિયાન હેઠળ ૨૨૦.૬૭ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આંકડા અનુસાર, ૫૮ દેશોમાં કોવિડ-૧૯ના કુલ ૨૨ હજાર ૨૦૫ પોઝિટિવ કેસમાંથી ૪૫ ટકા (૯૯૩૦) સેમ્પલ BA.૨.૮૬ અથવા તેના JN.૧ના પોઝિટિવ મળ્યા છે.

Share This Article