Sunday, Sep 14, 2025

હાથ જોડવાનો ડૉક્ટરોનો પ્રયાસ ફળ્યો, પણ ઇન્ફેક્શને બાળકનો ભોગ લીધો

2 Min Read

સુરતના વેસુમાં લિફ્ટમાં હાથ કપાય ગયેલા બાળકનું મોત નીપજ્યું છે. એક વર્ષીય બાળક પ્રિન્સનો હાથ લિફ્ટની મોટરમાં આવી ગયો હતો. બાળકનો હાથ શરીરથી અલગ થઈ જતા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં હાથને જોડાયો હતો પણ લોહીનું પરિભ્રમણ ન થતાં ફરી છુટ્ટો કરી દેવાયો હતો. બાળકની ૧૨ દિવસની સારવાર બાદ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. શરીરમાં ઇન્ફેક્શન ફેલાતાં બાળકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

સુરતના વેસુ વિસ્તારમાં બની રહેલા પ્રધાનમંત્રી આવાસમાં કામ કરી ત્યાં જ રહેતો હતો. મુકેશ રાવ નવનિર્મિત બિલ્ડિંગોમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મુકેશના પરિવારમાં બે સંતાન છે, જેમાંથી નાનો પ્રિન્સ એક વર્ષનો હતો. ગત ૯ ડિસેમ્બરના રોજ પિતા આવાસના એ બિલ્ડિંગમાં કામ કરી રહ્યા હતા. ત્યારે પત્ની પ્રિન્સને ટુવાલમાં લપેટી જઈ રહી હતી અને લોડિંગ લિફ્ટના મશીનમાં ટુવાલ ફસાયો હતો અને સાથે બાળકનો જમણો હાથ મશીનમાં આવી જતા કપાઇ ગયો હતો.

તાત્કાલિક બાળકને સુપરવાઈઝરની કારમાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક બાળકને દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. બાળકનો કપાઇ ગયેલો હાથ પણ સાથી મજૂર લઈને સિવિલ આવ્યો હતો. ખભાના ભાગેથી જ હાથ છૂટો પડી ગયો હતો. ઉપરાંત પ્રિન્સના માથા અને કાન પર પણ ગંભીર ઇજા થઈ હતી.

આ બાળકને સાંજના સમયે ત્રણ કલાક સર્જરી કરીને ડોક્ટરે તેનો હાથ પાછો જોડી દીધો હતો. હાથની સર્જરી કરવામાં થોડા કલાકોનું મોડું થવાના કારણે ૭૨ કલાક હાથના લોહી સર્ક્યુલેશન માટે બાળકને ઓબ્ઝર્વેશનમાં રાખ્યો હતો.

બાળકના હાથ જોડાયા બાદ તેનું લોહીનું સર્ક્યુલેશન ચાલુ નહીં રહેવાના કારણે હાથ ફરી છૂટો કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ આજસુધી બાળકની સારવાર ચાલી રહી હતી. જોકે, શરીરમાં ઇન્ફેક્શન ફેલાતાં બાળકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. પરિવારના દીકરાનું મોત થતાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં નવા JN.૧ સબ વેરિએન્ટ ૧૩ એક્ટિવ કેસ નોંધાયા

તમિલનાડુના ઉચ્ચ શિક્ષણમંત્રીને ભ્રષ્ટાચારના કેસમાં તીન વર્ષની જેલ, ૫૦ લાખનો દંડ

Share This Article