Sunday, Sep 14, 2025

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં COVID-૧૯ના ૩૪૧ નવા કેસ, કેરળમાં ૩ દર્દીઓના મોત

2 Min Read

કોરોના સંક્રમણને લઇને સૌથી વધુ ચિંતા કેરળમાં વધી રહી છે. ત્રણ વર્ષ પહેલા સંક્રમણ શરૂ થયા પછી કોરોનામાં મૃતકોની સંખ્યા ૭૨ હજાર ૫૬ સુધી પહોંચી ગઇ છે. કેરળમાં તાજેતરમાં કોરોના વાયરસના નવા સબ વેરિએન્ટ જેએન.૧ની ખબર પડી હતી. કેન્દ્ર સરકારે રાજ્યોને કોઇ પણ રીતની સ્થિતિ સામે લડવા માટે તૈયાર રહેવાની સલાહ આપી છે.

ઠંડી વધવાની સાથે કોરોનાના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે, જેને કારણે પ્રસાશનની ચિંતા વધી રહી છે. બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં COVID-૧૯ ના ૩૪૧ નવા કેસ નોંધાયા છે, જ્યારે કેરળમાં ૩ દર્દીઓના મોત થયા છે.

આજે સવારે ૮ વાગ્યા સુધી દેશભરમાં નોંધાયેલા ૩૪૧ કોવિડ-૧૯ ના કેસોમાંથી ૨૯૨ માત્ર કેરળના છે. આ ઉપરાંત તમિલનાડુમાં ૧૩, મહારાષ્ટ્રમાં ૧૧, કર્ણાટકમાં ૯ તેલંગાણા અને પુડુચેરી ૪-૪, દિલ્હી અને ગુજરાત ૩, પંજાબ અને ગોવા ૧ કેસ નોંધાયા છે. આ સાથે બુધવારે ભારતમાં એક્ટીવ કેસલોડ વધીને ૨,૩૧૧ થયો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે કોવિડ-૧૯ કેસ અને મૃત્યુમાં અચાનક વધારાની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં આ બેઠક મળી રહી છે.

આ પણ વાંચો :-

Share This Article