Sunday, Sep 14, 2025

એક્ટ્રેસ પ્રીતિ ઝિંટાનું હર્ષલ પટેલ ખેલાડી પર આવ્યું દિલ! ૨ કરોડને બદલે ૧૧.૭૫ કરોડમાં ખરીદ્યો

1 Min Read

આજે દુબઈ ખાતે IPL ૨૦૨૪ની મિની હરાજીમાં ગુજરાતના આ ખેલાડી પર પૈસાનો વરસાદ થયો છે. આ વખતે અમદાવાદના હર્ષલ પટેલ પર કરોડો રૂપિયાની બોલી લાગવામાં આવી હતી. પંજાબ કિંગ્સે હર્ષલ પટેલને ૧૧.૭૫ કરોડમાં ખરીદ્યો છે. હર્ષલની બેસ પ્રાઈસ ૨ કરોડ હતી પરંતુ તેની ૫ ગણી કિંમતે આ ખેલાડી વેચાયો છે.

૨૦૨૨ની IPLની હરાજીમાં હર્ષલ પટેલને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા ૧૦.૭૫ કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. તેમની બહેનના મૃત્યુના કારણે થોડા સમય માટે બાયો-બબલ છોડી બહાર આવ્યો હતો. IPL ૨૦૨૩માં હર્ષલે ૯.૬૬ના ઈકોનોમી રેટ સાથે ૧૪ વિકેટ લીધી હતી. જો કે ટુર્નામેન્ટમાં તેની સર્વશ્રેષ્ઠ સીઝન ૨૦૨૧ હતી જ્યારે તેણે ૧૫ મેચમાં ૩૨ વિકેટ લીધી હતી અને પર્પલ કેપ પણ કબજે કરી હતી. ૨૦૨૪ની આઈપીએલમાં સૌથી મોંઘો ખેલાડી ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક બન્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે મિચેલ સ્ટાર્કને ૨૪.૭૫ કરોડમાં ખરીદ્યો છે જે આઈપીએલના ઈતિહાસમાં મોટો રેકોર્ડ છે.

Share This Article