Saturday, Sep 13, 2025

સુરતના કડોદરા GIDCની મહેશ ડાઈંગ મિલમાં ભીષણ આગ

2 Min Read

કડોદરા GIDCની મહેશ ડાઈંગ મિલમાં આગ ફાટી નીકળી છે. મિલની અંદર કેમિકલ અને કપડું હોવાના લીધે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી હતી અને સમગ્ર મિલને ઝપેટમાં લઈ લીધી હતી. આગ પર કાબુ મેળવવાની કોઈ શક્યતા ન દેખાતા કારીગરો બહારની તરફ દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

દરમિયાન મહેશ ડાઈંગ મિલમાં આગ લાગવાની ઘટનાને પગલે કડોદરા GIDC વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.  ભીષણ આગ પર કાબુ મેળવવા માટે બારડોલી, પીઇપીએલ, કામરેજ સહિત ૧૦થી વધુ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીની આગને પ્રસરતી અટકાવવાની સાથે તેની પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

ઔદ્યોગિક નગરી સુરતમાં આવરનવાર અકસ્માતો બનતા રહે છે. ખાસ કરીને કારખાના, ફેક્ટરીઓમાં આગના બનાવો અનેકોવાર બનતા રહે છે. આવો જ એક બનાવ આજે શહેરના કડોદરા વિસ્તારની GIDCમાં બન્યો છે. કડોદરા GIDCમાં આવેલી મહેશ ડાઇંગ મિલમાં આજે શુક્રવારે તા. ૧૫ ડિસેમ્બરના રોજ ભીષણ આગ લાગી છે. આગ એટલી ભીષણ હતી કે તેની જવાળાઓ ઊંચે સુધી ઉઠી હતી, જેને દૂરથી પણ જોઈ શકાતી હતી. આગ ઓલવવા માટે ૧૦થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો :-

Share This Article