મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલે સુપ્રીમ કોર્ટથી મુસ્લિમ પક્ષને ઝટકો લાગ્યો છે. ગઈકાલે હિન્દૂ પક્ષની અરજીનો સ્વીકાર કરતા અલ્હાબાદ હાઈકોર્ટે શાહી ઈદગાહ મસ્જિદ પરિસરના સર્વેનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટના આદેશને મુસ્લિમ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે આજે સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષકારોને કોઈ રાહત ન આપી. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો છે.
મથુરાની શાહી ઈદગાહ મસ્જિદ મામલે હિન્દૂ પક્ષને મોટી સફળતા મળી છે. અલ્હાબાદ હાઈકોર્ટે પરિસરના સર્વેની ગઈકાલે મંજૂરી આપી દીધી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરથી જોડાયેલા શાહી ઈદગાહ પરિસરના સર્વેક્ષણ માટે કોર્ટની દેખરેખમાં એક એડવોકેટ કમિશ્નરની નિયુક્તિની માંગ સ્વીકારી લીધી છે. હવે કોર્ટ ૧૮ ડિસેમ્બરે નક્કી કરશે કે સર્વેની રૂપરેખા શું હશે. મતલબ કે સર્વે ક્યાં સુધી ચાલશે, પરિસરના કયા કયા ભાગમાં થશે સર્વે, સર્વેમાં કેટલા લોકો રહેશે સામેલ. આ તમામ પાસાઓ પર ૧૮ ડિસેમ્બરે હાઈકોર્ટ નિર્ણય લેશે.
મથુરાની શાહી ઈદગાહ મસ્જિદના મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય આવ્યો છે જેમાં મથુરાની શાહી ઇદગાહ મસ્જિદ પર ASI સર્વેને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત હાઇકોર્ટે સર્વેની મંજુરી સાથે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા પણ જણાવ્યું છે. ASI સર્વેની માંગણી કરતી અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. મથુરામાં શ્રી કૃષ્ણના જન્મસ્થળને અડીને આવેલી મસ્જિદમાં એડવોકેટ પાસેથી સર્વે કરાવવાની માંગણી કરવા માટે ૧૮ અલગ-અલગ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. અલાહાબાદ હાઈકોર્ટે એક સાથે સુનાવણી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે મસ્જિદના સ્તંભના પાયામાં હિન્દુ ધર્મનું પ્રતીક છે જે મંદિરની કોતરણીમાં સ્પષ્ટ દેખાય છે.
આ પણ વાંચો :-
 
								 
		 
		 
		 
		 
		 
		 
		 
		